રાજકોટથી મુંબઈ જતી દુરન્તો એકસપ્રેસને બોરીવલીમાં સ્ટોપ આપવા માગણી

June 13, 2018 at 3:23 pm


ઘણા લાંબા સમય પછી સૌરાષ્ટ્રને લાંબા અંત્રની દુરન્તો ટ્રેન મળી છે. પરંતુ આ ટે²નનો રાજકોટથી ઉપડી સુરેન્દ્રનગર, અમદાવાદ અને સીધી મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ઉભી રહેતી હોવાના કારણે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી મુંબઈ જનારા ઉતારૂઆેને સેન્ટ્રલથી પરત પોતાના વિસ્તારમાં આવવા ઘણો સમય લાગી જાય છે. મુંબઈમાં વિરારથી સેન્ટ્રલ વચ્ચે વસઈ, ભાયંદર, બોરીવલી, અંધેરી, બાંન્દ્રા અને દાદર જેવા વિસ્તારો આવેલ છે. જયાં ખાસ કરીને ગુજરાતીઆે વધુ વસે છે જેઆેને સેન્ટ્રલથી પરત આવવુ પડે છે. જે અંતર 50 થી 60 કિ.મી. રહેતુ હોવાથી રાજકોટથી મુંબઈ જનારા મુસાફરોને ખૂબ જ તકલીફ પડે છે.

રાજકોટથી મુંબઈ જતી દુરન્તો એકસપ્રેસમાં બોરીવલી સ્ટોપ આપવામાં આવે તો મુસાફરોને પડતી અગવડતા નીવારી શકાય તેમ છે. જો વહેલી તકે રેલવે તંત્ર દ્વારા આ પ્રñનો ઉકેલ લાવવામાં નહી આવે તો મુસાફરો ઘટશે અને પરિણામે મુસાફરો નહી મળતા હોવાનું બહાનું બતાવી જો કોઈપણ સંજોગોમાં આ દુરન્તો ટ્રેન બંધ કરવામાં આવશે તો સૌરાષ્ટ્રને બહુ નુકશાન જાય તેમ છે. ઉપરના કારણસર જ હાલમાં દુરન્તો ટ્રેનમાં મુસાફરોની સંખ્યા આેછી રહે છે.

આ અંગે રાજકોટ ચેમ્બર આેફ કોમર્સના માધ્યમથી ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવનાર છે. તેમ રાજકોટ ચેમ્બર આેફ કોમર્સના મીડિયા ચેરમેન અને સામાજિક અગ્રણી રાજુભાઈ જૂંજાએ જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL