રાજકોટથી વાંકાનેર-દીવ એસ.ટી. બસ હવે બપોરે 11-45ના બદલે 11-55 કલાકે ઉપડશે

September 12, 2018 at 11:11 am


રાજકોટ એસ.ટી. બસ સ્ટેશનમાંથી દરરોજ બપોરે 11-45 કલાકે ઉપડતી વાંકાનેર-દીવ ટની બસ હવે આવતીકાલથી દરરોજ બપોરે 11-55 કલાકે ઉપડશે તેમ સત્તાવાર જાહેરાત કરતાં રાજકોટ વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું. વિભાગીય કચેરીની દરખાસ્તને અમદાવાદ હેડ ઓફિસ તરફથી મંજૂરી મળી જતાં આવતીકાલથી ઉપરોકત બસ ઉપડવાના નવા સમયની અમલવારી શ કરી દેવા માટે ડેપો મેનેજર તેમજ ડ્રાઈવર-ક્ધડકટર સહિતનાઓને સૂચના જારી કરી દેવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાંકાનેર-દીવ ટની એસ.ટી. બસ મુસાફરોમાં ખુબ જ લોકપ્રિય છે અને તેમાં ટ્રાફિક પણ ખુબ સારો મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મુસાફરો તરફથી રાજકોટથી બસ ઉપડવાનો સમય બપોરે 11-45નો છે તેના બદલે 11-55 કલાકનો કરવા માગણી કરવામાં આવી રહી હતી અને તે માગણી દરખાસ્ત અન્વયે સમીક્ષાની કાર્યવાહી ચાલુ હતી દરમિયાન સ્થાનિક અધિકારીઓ સાથે ચચર્-િવિચારણા અને પરામર્શના અંતે રાજકોટ વિભાગીય કચેરી દ્વારા ઉપરોકત બસનો રાજકોટથી ઉપડવાનો સમય 11-45ના બદલે 11-55નો કરવા માટે અમદાવાદ વડી કચેરીને દરખાસ્ત કરવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં વડી કચેરી તરફથી પણ માગણી મંજૂર રાખવામાં આવતાં આવતીકાલથી ઉપરોકત બસ રાજકોટ એસ.ટી. બસ સ્ટેશનમાંથી દરરોજ બપોરે 11-55 કલાકે ઉપડશે.

print

Comments

comments

VOTING POLL