રાજકોટના અર્વાચીન રાસોત્સવના પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ’ રમાડશે મહાપાલિકા

October 5, 2017 at 9:56 am


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સર્વપ્રથમવાર ‘દિવાળી કાર્નિવલ’ યોજાનાર છે. દરમિયાન આ કાર્નિવલના પ્રારંભે રાજકોટ શહેરમાં નવરાત્રિ દરમિયાન યોજાયેલા તમામ અર્વાચીન રાસોત્સવના મેગા ફાઈનલના પ્રિન્સ-પ્રિન્સેસને એકત્રિત કરીને તેમની વચ્ચે કાર્નિવલના ઉદઘાટન સમારોહમાં ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ’ રાસોત્સવ યોજવાનું આયોજન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત મહાપાલિકાના અધિકારીઓ આજે સવારથી અર્વાચીન રાસોત્સવના આયોજકોનો સંપર્ક કરીને તેમના રાસોત્સવના મેગા ફાઈનલના પ્રિન્સ-પ્રિન્સેસના નામો મેળવવાના કામે લાગી ગયા હોવાનું જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા રાજકોટના દિવાળી કાર્નિવલનું આયોજન અમદાવાદના કાકરીયા કાર્નિવલની જેવું જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે અમદાવાદ દ્વારા તેમના કાર્નિવલને ‘કાંકરીયા કાર્નિવલ’ નામકરણ કરવામાં આવ્યું છે જયારે રાજકોટના રેસકોર્સમાં યોજાનાર કાર્નિવલને ‘રેસકોર્સ કાર્નિવલ’ કે ‘રાજકોટ કાર્નિવલ’ જેવું નામ આપવાના બદલે ‘દિવાળી કાર્નિવલ’ નામ અપાયું છે.

print

Comments

comments

VOTING POLL