રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું બાંધકામ આેક્ટોબરથી શરૂ થાય તેવી સંભાવના

August 16, 2018 at 3:08 pm


રાજકોટના હિરાસર ખાતે રો. 1405 કરોડના ખર્ચે તૈયાર થનારા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું બાંધકામ હવે આેક્ટોબર મહિનામાં શરુ થઇ જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાંધકામની પ્રથમ ઈટ મૂકી આ મøત્વકાંક્ષી પ્રાેજેક્ટને આગળ ધપાવશે તેમ જાણવા મળે છે. વર્ષ 2022 સુધીમાં આ એરપોર્ટ તૈયાર થઇ જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના હાલમાં હયાત એરપોર્ટની આસપાસમાં મોટાપ્રમાણમાં કોમસ}યલ ડેવલોપમેન્ટ થઇ ગયું હોવાથી જુના એરપોર્ટનું એક્ષપાન્સન કરી આંતરરાષ્ટ્રીય હવાઈમથકના નિમાર્ણની શક્યતા નહિ હોવાથી આખરે હિરાસર ખાતે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો.હાલના હવાઈમથકેથી 27 કિલોમીટર દૂર અને અમદાવાદ-રાજકોટને જોડાતા નેશનલ હાઇવે નજીક આશરે 2534 એકર જમીનમાં નિમાર્ણ પામનારા આ ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય, વેન તથા પર્યાવરણ વિભાગ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ વિભાગની મંજૂરી મળી ગયા બાદ ગત 7 આેક્ટોબર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટનું ભૂમિ પૂજન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે વિકાસના અધૂરા કામો ઝડપભેર પુરા કરવા તમામ વિભાગો સહીત રાજ્ય સરકારોને પણ તાકીદ કરી છે. જેના ભાગરુપે સૌરાષ્ટ્રના ખુબજ મહત્વના કહી શકાય તેવા અને રાજકોટના હિરાસર ખાતે નિમાર્ણ પામનારા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રાેજેક્ટનું વહેલી તકે શરુ કરવા ઉપર ધ્યાન કેિન્દ્રત કરવામાં આવ્યું હતું. જેનું કામ આેક્ટોબરમાં શરુ થઈ જશે અને વર્ષ 2022માં આ એરપોર્ટનું લોકાર્પણ કરી શકાય તેવા ચક્રાે ગતિમાન કરવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL