રાજકોટના નવા એરપોર્ટનું મે મહિનામાં મોદીના હસ્તે ખાતમુહૂર્ત: તડામાર તૈયારી

March 20, 2017 at 3:22 pm


રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર નિમર્ણિ પામનાર નવા એરપોર્ટની ખાતમુહર્ત વિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવા માટેની તડામાર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મે માસમાં વડાપ્રધાન ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેમાંથી એક દિવસ રાજકોટ એરપોર્ટના પ્રોજેકટ માટે આવે તે માટે તેમને આમંત્રણ આપવાની ગતિવિધિઓ તેજ બની છે.
એરપોર્ટ માટે જરી એવી સરકારી ખરાબાની જમીન એવિએશન ડિપાર્ટમેન્ટના હવાલે મુકી દેવામાં આવી છે. ખાનગી જમીન સંપાદન કરવાની મોટાભાગની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાને કરવાની થાય છે અને આ કામ શકય તેટલી વધુ ઝડપે પુરું કરવાની સૂચના ગાંધીનગરથી મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજકોટના એરપોર્ટની નવેસરથી કરેલી દરખાસ્તનો રાજ્ય સરકારે સ્વીકાર કરીને કેન્દ્ર સરકારને મોકલી આપેલ છે અને તેના અનુસંધાને ગયા શનિવારે બપોરે એવિએશન ડિપાર્ટમેન્ટની ટીમ રાજકોટની મુલાકાતે આવી હતી. મોટાભાગના ફોર્મિલિટી પૂર્ણ થઈ ગઈ છે અને બાકી રહેતું પેપર વર્ક ઝડપભેર પુરું કરવા તંત્રમાં ધમધમાટ જેવા મળી રહ્યો છે. રાજકોટના શહેરીજનોને સૌથી વધુ કનડતી રખડતા ઢોરની સમસ્યા પણ પૂર્ણ થવામાં છે. રાજકોટ જિલ્લામાં અલગ-અલગ ચાર સ્થળોએ માલધારી વસાહત બનાવવામાં આવશે અને આ માટે કલેકટર તંત્ર દ્વારા 70 હેકટર જમીન મહાનગરપાલિકાને સુપરત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે માલધારી વસાહત યોજના સંદર્ભે પણ જાહેરા થવાની શકયતા છે.

print

Comments

comments

VOTING POLL