રાજકોટના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની સહિત 42 ડેપ્યુટી કલેકટરોની બદલી

August 31, 2018 at 11:35 am


ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા ડેપ્યુટી કલેકટર કક્ષાના 42 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડેપ્યુટી કલેકટરની બદલીની વાતો છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી પરંતુ સરકારે ગઈકાલે મોડીસાંજે આ હકમો કયર્િ છે અને તેમાં રાજકોટના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીની બદલી સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે ત્યારે તેમના સ્થાને પાટણ જિલ્લાના સિધ્ધપુરના પ્રાંત અધિકારી જે.કે. જગોડાને મુકવામાં આવેલ છે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પાલીતાણાના એમ.પી. પટેલ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના એન.એ. રાજપૂત, જૂનાગઢ ખાતે મધ્યાહન ભોજન યોજનાના ડેપ્યુટી કલેકટર એચ.પી. જોશી, મહવાના પ્રાંત અધિકારી જે.એમ. તુવર, ચોટીલાના વી.ઝેડ. ચૌહાણ અને ગીર-સોમનાથ જિલ્લાના બી.એન. ખેરનો સમાવેશ બદલીના લિસ્ટમાં કરાયો છે.
ચોટીલાના વી.ઝેડ. ચૌહાણને પોરબંદર ખાતે જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે મુકવામાં આવેલ છે. જ્યારે ગીર-સોમનાથના ખેરને બોટાદ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL