રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીના મજૂરોની હડતાલ

June 13, 2018 at 4:03 pm


રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે ફરી મજૂરી દર વધારાની માગણી સાથે મગફળીના મજૂરો હડતાલ પાડી દેતાં કામકાજને અસર પહાેંચી હતી. હાલ ચોમાસા પૂર્વે બિયારણની ખરીદી વેળાએ મજૂરોની હડતાલથી રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોના ખેડૂતો પરેશાન થઈ ગયાનું જાણવા મળે છે. વધુમાં આ અંગે માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મગફળીમાં દલાલોના મજૂરોએ ગુણી દીઠ મજૂરી દર રૂા.5 છે તે વધારીને રૂા.7 કરવાની માગણી સાથે હડતાલ પાડી છે. જો કે, મગફળી સિવાયની અન્ય જણસોમાં રાબેતા મુજબ કામકાજ ચાલી રહ્યાનું જણાવી તેમણે ઉમેર્યુ હતું કે, વરસાદની આગાહીને લઈ હાલ મગફળીની આવકો છેલ્લા બે દિવસથી બંધ કરી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL