રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 500 દુકાનો સવારથી સજ્જડ બંધ

September 10, 2018 at 11:20 am


રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતાં રાજકોટના બેડી સ્થિત માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીનું મિનિ વેકેશન તા.3થી 9 સુધી હતું અને ત્યારબાદ આજે સવારથી હરાજી સહિતના કામકાજો શરૂ થનાર હતા પરંતુ પેટ્રાેલ અને ડીઝલના ભાવમાં સતત થતાં વધારાના પગલે કાેંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનના પગલે બેડી માર્કેટ યાર્ડમાં કામકાજ શરૂ થતાંની સાથે જ બંધ કરાવવામાં આવ્યું હતું અને 500 જેટલી દુકાનો સવારથી જ સજ્જડ બંધ રહી હતી. હરાજીમાં માંડ એક-બે જણસોની હરાજી થઈ હતી ત્યાં હરાજી પણ બંધ કરાવી દેવામાં આવી હતી.

વધુમાં આ અંગે ચેરમેન ડી.કે. સખિયા અને વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શાકભાજી વિભાગમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ રહ્યું છે તેમજ માર્કેટ યાર્ડની કચેરી પણ રાબેતા મુજબ ચાલુ રહી હતી.

જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કામાણીએ જણાવ્યું હતું કે, બેડી માર્કેટ યાર્ડમાં આવેલી તમામ દુકાનો સજ્જડ બંધ રહી છે અને વેપારીઆે તેમજ કમિશન એજન્ટ્સએ બંધના એલાનને સંપૂર્ણ ટેકો આપી સફળ બનાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL