રાજકોટના ભવ્ય અને ભાતિગળ મેળાનો કાલથી પ્રારંભ: પાંચ દિવસ ફેસ્ટિવલ ફિવર

August 12, 2017 at 2:26 pm


રાજકોટના રેસકોર્સ મેદાનમાં કાલથી ભવ્ય અને ભાતિગળ લોકમેળનો પ્રારંભ થનાર છે અને તે સાથે જ કાલથી પાંચ દિવસ માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ફેસ્ટિવલ ફિવરમાં ઝકડાઇ જશે. રેસકોર્સ મેદાનમાં મેળાનું કાલે સવારે 11 વાગ્યે ગુજરાત સરકારના કેબિનેટમંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરશે. તા.17ના રાત્રીના 12 વાગ્યા સુધી આ મેળો ચાલુ રહેશે.
સામાન્ય રીતે રાજકોટમાં 6 દિવસનો મેળો યોજાતો હોય છે પરંતુ આ વખતે પાંચ દિવસનો મેળો યોજાશે અને તેના કારણે સાંજના બદલે કાલે સવારે ઉદ્ઘાટન કરાશે.

મેળામાં ખાણીપીણી, રમકડાં અને યાંત્રિક આઈટેમના કુલ 321 પ્લોટ-સ્ટોલ રાખવામાં આવેલ છે. મેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે કલેકટર તંત્ર, પોલીસ તંત્ર, પીજીવીસીએલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ-અલગ ચાર ક્ધટ્રોલમ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મેળાનો ા.4 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. દરરોજ અલગ-અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
મેળાનું આ વખતનું ખાસ આકર્ષણ સેલ્ફી ઝોનનું બની રહેશે. એરપોર્ટ તરફના ગેઈટ પાસે ખાસ સેલ્ફી ઝોન ઉભો કરવામાં આવેલ છે અને તેને થ્રી-ડી ઈમેજની ઈફેકટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સાથેની સેલ્ફી થ્રી-ડી ઈમેજના માધ્યમથી લઈ શકાશે અને લોકોને તેની મફતમાં પ્રિન્ટ મળી રહે તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, અધિક કલેકટર હર્ષદભાઈ વોરા, પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની સહિતની ટીમ દ્વારા છેલ્લા એકાદ મહિનાથી જોરદાર મહેનત કરવામાં આવતી હતી અને તે આખરે રંગ લાવી છે. યાંત્રિક આઈટેમની હરાજીમાં તંત્રને વિક્રમ સર્જક 1,11,11,111ની ધીંગી આવક થઈ છે.
છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ જોરદાર વરસાદની કોઈ આગાહી ન હોવાથી વેપારીઓ પણ મેળામાં સારો એવો નફો રળે તેવી આશા રાખવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL