રાજકોટના મેટોડામાં ત્રણ આૈદ્યાેગિક એકમો પર ઇન્કમટેકસનો સર્વેઃ તપાસનો ધમધમાટ

September 12, 2018 at 12:00 pm


અમદાવાદમાં મોટા ગજાના એન્ટ્રી આેપરેટરોને ત્યાં ગઇકાલે મેગા સર્ચ આેપરેશન બાદ રાજકોટના આૈદ્યાેગીક ઝોન મેટોડામાં આઇટી વિભાગે તવાઇ ઉતારી હતી. ગઇકાલે સાંજે મેટોડાના ત્રણ આૈદ્યાેગીક એકમો પર સર્વે શરૂ કર્યો હતો. જે મોડી રાત સુધી ચાલ્યો હતો. નવા નાણાકિય વર્ષનો આ પ્રથમ સર્વે તેમજ નવી જોગવાઇ પણ લાગુ પડશે.

રાજકોટ આઇટીના રેન્જ 1-2ના કમિશનર ઉષા શ્રાેફે અને અધિકારી મનિષ અજુડિયાના માર્ગદર્શન હેઠળ મેટોડામાં આવેલા એન્જલ પાઇપ, કિસાન પાઇપ તેમજ સુમોલેક્ષ ગ્રુપ પર આઇટીની તપાસ શરૂ કરી હતી. આ તપાસ મોડી રાત્રી સુધી ચાલી રહી હતી. જે દરમિયાન હિસાબોની આવક જાવકના ચોપડા અને બીન હિસાબી વ્યવહારો આઇટીની ટીમે જપ્ત કર્યા હતાં.

સીઆઇટી-1,2ની ત્રણ ટીમે આ ત્રણેય એકમો ઉપર ધા¦સ બોલાવી હતી. જાણવા મળતી વિગત મુજબ સબમશ}નલ ક્ષેત્રમાં એન્જલ પાઇપ સૌરાષ્ટ્રભરમાં બહોળુ નામ ધરાવે છે, જયારે સુમોલેક્ષ નામની કંપની શિપીગ પાર્ટસના વ્યવસાય સાથે જોડાયેલી છે. મેટોડાના આઇટીનો સર્વે થતા ઉદ્યાેગકારોમાં ફફડાટ ફેલાયો છે.

લાંબા સમય બાદ આઇટી વિભાગે કરચોરો પર એકશન લેવાનું શરૂ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવા નાણાકિય વર્ષ 2018-19નું આ પ્રથમ સર્વે હતો. આ ઉપરાંત આ ત્રણેય એકમોમાંથી ટેકસ ચોરી ઝડપાશે તો, આ ઉધોગકારોએ 80 ટકા પેનલ્ટી ચુકવવી પડશે. આ નવી જોગવાઇ નવા નાણાકિય વર્ષથી લાગુ પડી છે.

print

Comments

comments

VOTING POLL