રાજકોટના રૈયા ચોકડી સહિત રાજ્યની ૮૩ કડિયાબજારમાં રૂા.૧૦માં ભરપેટ ભોજન મળશે

July 17, 2017 at 3:28 pm


બાંધકામક્ષેત્રે સંકળાયેલા શ્રમિકોને આવતીકાલથી ૮૩ જેટલા કડિયાબજાર પરથી માત્ર રૂપિયા ૧૦માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારભં થશે. તા.૧૪–૬–૨૦૧૭એ અમદાવાદમાં શરૂ કરવામાં આવેલા પાયલોટ પ્રોજેકટને મળેલી વ્યાપક સફળતા મળી છે. પ્રથમ તબકકે એક જ દિવસમાં ૨૫ હજાર જેટલા શ્રમિકોને લાભ મળતો થયો હતો.
આવતીકાલે રાયના સાત શહેરોમાં આવેલા કડિયાબજાર પરથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારભં થશે. રાજકોટના રૈયા ચોક, ભાવનગર, લીંબડિયાપરા, વલસાડમાં ડો.માધાભાઈ દેસાઈ ચોક, સુરતના ભટાર ચાર રસ્તા, કલોલના ટાવર ચોક, કડિયાબજાર, વડોદરામાં અભિલાણા, અમદાવાદના અખબારનગર સહિત ૮૩ જેટલા પોઈન્ટ પર શ્રમિકોને ટિફીન મળતા થશે.
આ ભોજનમાં યારે શરૂઆત કરવામાં આવી ત્યારે તેના પ્રત્યાઘાતોના આધારે આગળ વધવામાં આવ્યું છે. બાંધકામ શ્રમિક બોર્ડના ચેરમેન ડો.અનિલ પટેલના જણાવ્યા અનુસાર હાલ ૨૫ હજાર જેટલા શ્રમિકો લાભ લે છે. અત્યાર સુધીમાં ૫ લાખ શ્રમિકોને ટિફીન આપવામાં આવ્યા છે.
આ માટે રાય સરકાર દ્રારા વિરોધ કરીને મધ્યાહન ભોજનની કામગીરી સંભાળતા બે રસોડા અક્ષયપાત્ર અને ક્રીશકિતને સોંપવામાં આવ્યું છે. ભોજનના આંતરરાષ્ટ્ર્રીય નિર્ધારિત માપદંડો મુજબ બનાવવામાં આવે છે. ૨૯.૫૦ પૈસામાં પડતા ભોજન બદલ શ્રમિકોનો ફાળો રૂા.૧૦ છે. તો સરકાર દ્રારા ૧૯.૫૦ પૈસા ભોગવે છે. આ માટે ૫૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
સવારે ૭થી ૧૧ દરમિયાન રોટલી, થેપલા, મિકસ શાક, કઠોળ, પુલાવ, ભાત, અથાણુ,ં ચટણી, તળેલા મરચા અને અઠવાડિયામાં એક દિવસ સુખડી આપવામાં આવે છે જેની કેલેરી ૧૮૦૦ આસપાસ થવા જાય છે.
અત્રે નોંધવું જરૂરી છે કે રાય સરકારના શ્રમિક કલ્યાણ બોર્ડ દ્રારા આ માટે નોંધાયેલા બાંધકામ મંજૂરી ખાસ નોંધણી નંબર સાથેની લાલ ચોપડી આપવામાં આવે છે. જે જીએસએમ ઓપરેટિવ છે જેનું મોનિટરિંગ ગાંધીનગરથી થશે. આ માટે બોર્ડ દ્રારા શ્રમિકોને નોંધણી કરવામાં આવી છે તે પૈકીના ૯૫ ટકાનું સવેરિફિકેશન થઈ ચૂકયું છે. બાંધકામ શ્રમિક બોર્ડની રચના વખતે ૪૦ હજાર નોંધાયેલ મજૂર હતા. છેલ્લા બે વર્ષમાં ૫,૬૬,૮૦૦ શ્રમિકોની નોંધણી થઈ ચૂકી છે તેમ શ્રમમંત્રી દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું છે

print

Comments

comments

VOTING POLL