રાજકોટના શાનદાર અને લાગણીશીલ સપોર્ટથી ગદગદિત: કેશવ બંસલ

June 30, 2016 at 9:34 pm


માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છની ક્રિકેટપ્રિય જનતા માટે આઈપીએલ ટૂનર્મિેન્ટના મેચ રાજકોટના આંગણે લાવવામાં જેનો મુખ્ય ફાળો છે તેવા ‘ગુજરાત લાયન્સ’ની ટીમના ફ્રેન્ચાઈઝી અને ઈન્ટેક્સ કંપ્નીના માલિક કેશવ બંસલ રાજકોટની મહેમાનગતિથી ઘણા ખુશખુશાલ છે. આજે એક ખાસ વાતચીતમાં કેશવ બંસલે કહ્યું હતું કે રાજકોટવાસીઓએ મને શાનદાર અને લાગણીસભર સપોર્ટ આપ્યો છે તેનાથી હં ઘણો બધો ખુશ છું. અહીં મને મારી ધારણા કરતાં પણ વધુ પ્રેમ મળ્યો છે.

‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી સાથેની આ ખાસ મુલાકાતમાં કેશવ બંસલે કહ્યું હતું કે આઈપીએલ ટૂનર્મિેન્ટનો પ્રથમ તબક્કો પૂરો થવામાં છે અને રાજકોટમાં પાંચેય મેચ પૂરા થઈ ગયા છે ત્યારે હં એટલું ચોક્કસ કહીશ કે ટૂનર્મિેન્ટમાં પ્રથમ વખત સામેલ થયેલી ‘ગુજરાત લાયન્સ’ની ટીમ આજે પોઈન્ટ ટેબલમાં અને પરફોર્મન્સમાં નંબર વન રહેવાની છે. ‘ગુજરાત લાયન્સ’ની ટીમે જે દેખાવ કર્યો છે તેનાથી હં ઘણો બધો ખુશ છું. દરેક ખેલાડી પોતાનું બેસ્ટ પરર્ફોમન્સ આપવા માટે પ્રયત્નશીલ છે અને તેના પરિણામો દેખાઈ રહ્યા છે.

કેશવ બંસલે કહ્યું હતું કે એક ફ્રેન્ચાઈઝી તરીકે હં ટીમના દરેક ખેલાડી સાથે તેમજ કોચ સાથે સમયાંતરે વાત કરતો રહં છું અને અમે એક પરિવારની જેમ સાથે રહીએ છીએ. મેચમાં હાર-જીત તો થતી રહે છે અને ‘ગુજરાત લાયન્સ’ની ટીમને પણ પરાજયનો સામનો કરવો પડયો છે પરંતુ હં એટલું ચોક્કસ કહીશ કે હવે આવનારા મહત્વના તબક્કામાં પણ ‘ગુજરાત લાયન્સ’ની ટીમ પોતાનો સુંદર દેખાવ જાળવી રાખશે.

‘ગુજરાત લાયન્સ’ સિવાય કઈ ટીમ તમને વધુ મજબૂત લાગે છે ? તેવા સવાલના જવાબમાં આ યુવા બિઝનેસમેને કહ્યું હતું કે અમે આઈપીએલની એક પણ ટીમને ઓછી આંકતા નથી. ગુજરાત લાયન્સની ટીમને પોઈન્ટ ટેબલમાં તળિયે રહેલી ટીમના હાથે પણ પરાજય સહન કરવો પડયો છે. ટૂનર્મિેન્ટના ફોર્મેટ પ્રમાણે કોઈ પણ ટીમ તળિયેથી ટોચ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં કોઈ ટીમને ઓછી ન આંકી શકાય. અમારા માટે દરેક ટીમ અમારી મજબૂત હરિફ છે અને અમે તેમના ઉપર વિજય મેળવવા માટે પ્રયત્નો કરીએ છીએ.

રાજકોટ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે હં છેલ્લા ઘણા દિવસથી રાજકોટમાં છું અને અહીંના લોકોનો સહયોગ તેમજ પ્રેમ મેળવી રહ્યો છું. મેદાન ઉપર અને સ્ટેડિયમની બહાર જે રીતે લોકો ટીમને સપોર્ટ કરે છે તે અદ્ભુત છે. રાજકોટમાં સરકાર તરફથી, પ્રવાસન વિભાગ તરફથી તેમજ પોલીસ અને અન્ય સરકારી તંત્ર અને સમગ્ર ઈલેકટ્રોનીક પ્રિન્ટ અને મીડિયા તરફથી મને પૂરતો સપોર્ટ મળ્યો છે.

કેશવ બંસલને કાઠિયાવાડી થાળી ઘણી પસંદ આવી ગઈ છે એટલું જ નહીં પરંતુ રાજકોટના ગોલા પણ તેને ખૂબ જ પસંદ છે. કેશવ બંસલે કહ્યું હતું કે મેં રાજકોટમાં થેપલા, ફાફડા, હાંડવો, ઢોકળા, દાળ-ઢોકળી જેવી વિશિષ્ટ વાનગીઓ ઘણી બધી પસંદ પડી છે અને હં ફરી વખત જ્યારે રાજકોટ આવીશ ત્યારે આ વાનગીઓનો સ્વાદ લઈશ.

અન્ય ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર આઈપીએલના સાત મેચ રમે છે જ્યારે ગુજરાત લાયન્સ રાજકોટમાં પાંચ મેચ રમી છે તો આવું કેમ ? તેવું પૂછતાં કેશવ બંસલે કહ્યું હતું કે કોલકત્તા અને મુંબઈની ટીમ સામેના મેચ કાનપુરમાં રમાવાના છે પરંતુ રાજકોટવાસીઓની લાગણી અને માગણી જોતાં અમે આવતી ટૂનર્મિેન્ટમાં આ બાબતને ખાસ ધ્યાનમાં રાખશું અને બધા મેચ રાજકોટને મળે તે માટે પ્રયાસો કરશું.

એક ફ્રેન્ચાઈઝી તરીકે કોઈ ચોક્કસ ખેલાડીને તમે ટીમમા ન લઈ શક્યા હો તો તે બાબતે કોઈ અફસોસ થઈ રહ્યો છે ? તેવું પૂછતાં કેશવ બંસલે કહ્યું હતું કે મેં બે તબક્કામાં ટીમની પસંદગી કરી છે અને મને જેવી ઈચ્છા હતી તે પ્રમાણે ખેલાડીઓ મળ્યા છે. મને કોઈ ચોક્કસ ખેલાડી માટે અફસોસ નથી થઈ રહ્યો.

આવતી સીઝનમાં વધુ નવા આકર્ષણો રાજકોટ લાવશું

કેશવ બંસલે કહ્યું હતું કે, આઈપીએલની આવતી સિઝનમાં અમે વધુ સારા આકર્ષણો રાજકોટમાં લાવવાનો પ્રયાસ કરશું અને તમામ મેચ રાજકોટમાં જ રમાય તેવા પ્રયત્નો પણ કરશું. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈપીએલના સાતમાંથી પાંચ મેચ રાજકોટમાં રમાયા છે ત્યારે બે મેચ કાનપુરમાં રમાવાના છે.

સરકારી સીસ્ટમથી કેશવ બંસલ પ્રભાવીત

ઈન્ટેક કંપનીના માલીક કેશવ બંસલ ગુજરાત સરકારની સિસ્ટમથી ઘણા બધા પ્રભાવીત થયા છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં આટલુ મોટું આયોજન કરવાનું હતું અને અનેક પ્રકારની સરકારી મંજુરીઓ લેવાની હતી. તો અમને એક પણ મંજુરી મેળવવામાં કોઈ મુશ્કેલી નડી ન હોતી. રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા પોલીસ, કલેકટર તંત્ર સહિતના જુદા જુદા વિભાગો તરફથી ઘણો સહકાર મળ્યો હતો અને તેના પરિણામ સ્વપ રાજકોટમાં આટલુ બેનમુન આયોજન શકય બન્યું. આ માટે કેશવ બંસલે સરકારી અધિકારીઓનો આભાર પણ માન્યો છે.

સ્પોન્સરોની ભૂમિકા પણ ઘણી જ મહત્વની બની રહી

ગુજરાત લાયન્સની ટીમની ફ્રેન્ચાઈઝી ઈન્ટેકસ કંપની પાસે છે પરંતુ ઈન્ટેકસ કંપનીને આ ટુનર્મિેન્ટમાં અનેક સ્પોન્સર્સનો સહયોગ પ્રાપ્ત થયો છે. કોઈપણ મોટી ઈવેન્ટ સ્પોન્સરના સહયોગ વગર સફળ થતી હોતી નથી અને રાજકોટમાં રમાયેલા આઈપીએલના પાંચેય મેચમાં અમને જુદા જુદા સ્પોન્સરનો મહત્વનો સહયોગ પ્રાપ્ત થયો છે તેવું કેશવ બંસલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે અવિરત પ્રયત્નો કરી રહી છે અને તેના એક ભાગ પે તેમણે ગુજરાત લાયન્સની ટીમને પ્રોત્સાહિત કરવા માટે સ્પોન્સરશીપ આપેલી છે. આ માટે હં ગુજરાત સરકારનો પણ આભાર માનું છું.

સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજાનો આભાર: બાય… બાય…

કેશવ બંસલ રાજકોટ કે સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતની મહેમાનગતીથી ઘણા બધા પ્રભાવિત થયેલા છે. તેમણે કહ્યું હતું કે, ટીકીટના વેચાણથી લઈને ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રજાએ જે ઉત્સાહ દશર્વિ્‌યો છે તેને હં વંદન ક છું. રાજકોટમાં યોજાયેલા મેચને પ્રત્યક્ષ નિહાળવા માટે ગુજરાતભર માંથી ક્રિકેટ પ્રેમીઓ આવ્યા હતાં અને ક્રિકેટનો આનંદ માણ્યો હતો.

print

Comments

comments

VOTING POLL