રાજકોટની પોલીસ પાસે શું અલાઉદ્દીન કા જાદુઇ ચિરાગ છે ?

January 4, 2017 at 7:51 pm


રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂ-માફિયાઓની ભયંકર રાડ અને આતંક છવાયેલા હતા. કોઈ હિસાબે ભૂ-માફિયાઓ કંટ્રોલમાં આવતા ન હતા પરંતુ અચાનક જ પોલીસ પાસે જાણે અલાઉદ્દીનનો ચિરાગ એટલે કે કોઈ જાદુઈ વસ્તુ આવી ગઈ હોય તેમ એક પછી એક ભૂ-માફિયા તબકકાવાર કતારબધ્ધ પકડાતા રહ્યા અને લોકોના આશ્ર્ચર્યનો કોઈ પાર ન રહ્યો.

રાજકોટ શહેરની જનતા પોલીસની કામગીરીથી ખરેખર રાજી છે અને વખાણી રહી છે પરંતુ વખાણની સાથોસાથ કેટલાક પ્રશ્ર્નો પણ તેના મગજમાં ઉભા થઈ રહ્યા છે કે લાંબા સમયથી જે ભૂ-માફિયાઓ પોલીસના પંજાથી દૂર હતા તે એકાએક, એક પછી એક ટૂંકા અંતરમાં પકડાઈ ગયા અને રાજકોટ પોલીસ દ્વારા જે કામગીરી થઈ તેની નોંધ પણ સારી રીવે લેવાઈ છતાં આ બધા ભૂ-માફિયાઓની સામે જામીન બાબતે પોલીસ જાણે પાણીમાં બેસી ગઈ હોય અથવા ગમે તે કારણોસર ઠંડી પડી ગઈ હોય તેવું લાગ્યું !

આ બાબત અનેક પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે અને પોલીસની પ્રશંસા કરવાની સાથોસાથ ઘણા બધા પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે પરંતુ તેના જવાબ મળતાં નથી. નો ડાઉટ પોલીસની કામગીરી છેલ્લા થોડા સમયમાં સારી રહી છે છતાં પ્રશ્ર્નોથી તે મુકત રહી શકતી નથી તે દુ:ખની વાત છે. ભૂ-માફિયાઓનું સરળતાથી પકડાઈ જવું તે વાત પણ લોકોમાં ખુબ જ ચચર્નિી એરણે છે અને જેટલા મોઢા એટલી વાતો સાંભળવા મળી રહી છે.
ત્યારબાદ પેંડો ઉર્ફે શક્તિ અને પ્રકાશ લુણાગરિયા બન્નેના મૃત્યુ થયા અને આ પ્રકરણે અત્યારે ગુજરાતભરમાં આમ તો ચચર્િ જગાવી છે અને રાજકોટ પોલીસની સામે મરનાર શક્તિની માતાએ આરોપો મુકયા છે અને પ્રકાશ લુણાગરિયાના મૃત્યુ બાબતે પટેલ સમાજે મેદાનમાં આવી જઈને પોલીસની સામે એન્કાઉન્ટરનો આરોપ મુકયો છે. પટેલ સમાજમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. આ લોકોની ત્રણ માગણીઓ છે તે પોલીસ અમને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બતાવે, ડેડબોડીનો ફોટો પાડવાની છૂટ આપે અને ડેથનું કારણ જાહેર કરે. આમ, આ પ્રકરણમાં પણ પોલીસની સાંખ દાવ પર લાગી છે. રાજકોટની જનતા પોલીસની કામગીરીના વખાણ તો કરે જ છે પરંતુ શંકાઓના ઘેરામાં આવી જતી પોલીસ શા માટે સ્પષ્ટતા તાત્કાલીક કરતી નથી ? તે પણ વિચાર કરવા જેવો મુદ્દો છે. પ્રકાશ કૂખ્યાત હતો તેમ પોલીસ કહે છે પરંતુ તેના પરિવારજનો આ વાતનો ઈનકાર કરે છે અને પોલીસ પર ગંભીર આરોપ મુકે છે. આ બન્ને આરોપીઓના મૃત્યુની સ્થિતિ અને સંજોગો એકાએક પ્રશ્ર્નોના ઘેરાવામાં આવી ગયા છે. આ પ્રકરણ માત્ર ટોક ઓફ ધ ટાઉન નહીં બલ્કે ટોક ઓફ ધ સ્ટેટ બનતો જાય છે. રાજકોટની જવાબદાર પોલીસે આ બધા જ પ્રશ્ર્નોનો જવાબ આપવા માટે અને પોતાની ઈમેજને બચાવવા માટે ગળે ઉતરે તેવી ચોખવટ કરવી જરી છે તેમ બુધ્ધિજીવીઓ માને છે.

print

Comments

comments

VOTING POLL