રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ: આ છે વિકાસનો ખરો મિજાજ: રાજુ ધ્રુવ

October 6, 2017 at 12:04 pm


ભાજપ્ના સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, આવતીકાલે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ માટે એક શુભ દિવસ છે. બીજા શબ્દોમાં કહીએ તો સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહર્ત થનાર છે. આ એરપોર્ટે ફકત એક લકઝરી સુવિધા નહીં પરંતુ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર અને એકંદર ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખૂલશે. સૌપ્રથમ તો આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ જેઓએ રાજકોટને એક પોતાનું શહેર ગણ્યું છે અને સાથોસાથ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ પાણીને પણ આ નવી સુવિધા માટે યશ જાય છે. રાજકોટમાં નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે હિરાસર નજીક બની રહ્યું છે તે આગામી દિવસોમાં ગુજરાતમાં વિકાસના પણ ‘જ્વેલ ઈન ધ ક્રાઉન’ બની રહેશે. સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર એ કૃષિલક્ષી પ્રદેશ હોવાની સાથે ઔદ્યોગિક વિકાસની પણ નવી તકો છષલ્લા એક દસકામાં ઉભી થઈ છે અને તેના કારણે સૌરાષ્ટ્રમાં સંતુલીત વિકાસ થયો છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ આજે વૈશ્ર્વિક વેપાર સાથે જોડાયેલા છે અને તેના જ કારણે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિમાન મથક તેઓ માટે નવી સુવિધા ઉભી થશે. વિદેશ સાથેના સીધા પ્રવાસ ઉપરાંત નિકાસલક્ષી કામગીરી પણ આ એરપોર્ટ માણફત થઈ શકશે અને આ રીતે રાજકોટ અને ગુજરાતના માધ્યમથી દેશના વ્યાપાર ઉદ્યોગમાં એક નવી સુવિધા ઉભી થશે. થોડા સમય પહેલાં રાજકોટમાં રેલવે ક્ધટેનર ડેપો માટે પસંદગી થઈ છે. આમ, માર્ગ અને આકાશ બન્ને માધ્યમ મારફત હવે સૌરાષ્ટ્રની નિકાસને વેગ મળશે. કંડલા બંદર તો તેમાં અગાઉથી જ નંબર-1 રહ્યું છે. આમ જળ, થલ અને વાયુ ત્રણેય માર્ગે હવે સૌરાષ્ટ્ર તથા કચ્છ આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન વધુ મજબૂત કરશે.

રાજકોટ માટે આ એક વધુ ભેટ નરેન્દ્રભાઈ અને વિજયભાઈ પાણીની છે. જેઓ રાજકોટ માટે લકકી રહ્યા છે. બન્ને વચ્ચે ઘણી સામ્યતા નજરે ચડે છે. નરેન્દ્રભાઈની રાજકીય કારકિર્દી રાજકોટ અને તે પણ શહેરની વિધાનસભા-69 બેઠકથી થઈ અને આમ રાજકોટને વધુ એક મુખ્યમંત્રી આપવાનું ગૌરવ મળ્યું તો વિજયભાઈ પાણી આ જ વિધાનસભા બેઠકથી ગુજરાતના વિકાસ માટેની જવાબદારી સંભાળી અને આજે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે. બન્ને તેમની અવિરત કામગીરી માટે જાણીતા છે. હાલમાં જ ગુજરાતમાં જે એઈમ્સ સ્થાપવાની જાહેરાત થઈ છે તેમાં રાજકોટની પસંદગી થશે તેવા સંકેતો મળે છે. આમ, રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાની આરોગ્ય સુવિધા મલશે એટલું જ નહીં તબીબી, શિક્ષણક્ષેત્રે પણ રાજકોટ હબ બનશે. આવી જ રીતે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ પાણી સમસ્યાનો કાયમી ઉકેલ લાવતા આજી ડેમમાં નર્મદાના અવતરણને વધાવ્યું હતું. જેનાથી છેલ્લા પાંચ દસકાની એટલે કે ગુજરાતના અસ્તિત્વથી રાજકોટ જે પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું હતું તેને કાયમી દેશવટો મળ્યો છે. આમ, રાજકોટના વિકાસ સામેનું આખરી વિઘ્ન હતું તે પણ દૂર થયું. રાજકોટ અને અમદાવાદ વચ્ચેના સિકસ લેન હાઈ-વેનું પણ ટૂંક સમયમાં ખાતમુહર્ત થશે. આમ, આ વિકાસગાથા ગણાવી તો તેનો અંત આવે તેમ નથી પરંતુ મહત્વની બાબત એ છે કે વિકાસને જેઓ મજાક સમજે છે તેઓને એક નવો મિજાજ પણ જોવા મળશે અને આ માટે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ પાણીનો આભાર માનીએ અને આવતીકાલ માટે બન્નેનું સુસ્વાગત કહીએ તે આપણો આનંદ દશર્વિે છે.

print

Comments

comments

VOTING POLL