રાજકોટમાં કાળઝાળ ગરમી: 12 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઇ

April 21, 2017 at 2:42 pm


કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ જાણે શ થયો હોય તેમ ગઈકાલે રાજકોટ, સુરેન્દ્રનગર અને ડિસામાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બપોરે તીવ્ર ગતિએ પવન ફૂંકાતા કાળઝાળ ગરમીમાં લૂનો ઉમેરો થયો હતો અને જનજીવન આકુળ-વ્યાકુળ થઈ ગયું હતુ. આજે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે પરંતુ 12 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાતાં ગરમીની તીવ્રતા યથાવત રહી છે.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે અને પવનની ગતિ પણ વધુ હોવાથી સવારે ગરમીમાં રાહત રહે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાંની સાથે આખો દિવસ કાળઝાળ ગરમી અને બળબળતી લૂનો સામનો લોકોને કરવો પડે છે. ગઈકાલે અમરેલીમાં 42, ભાવનગરમાં 41.8, ભુજમાં 40.4 અને કંડલામાં 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટ અને ભુજમાં આજે સવારે 10 કિલોમીટરની ઝડપે અને અમરેલીમાં 12 કિલોમીટરની ઝડપે ભેજવાળો પવન ફૂંકાયો હતો. રાજકોટમાં સવારે ભેજનું પ્રમાણ 76, ભુજમાં 80, નલિયામાં 92, અમરેલીમાં 85 ટકા નોંધાયું છે.

print

Comments

comments

VOTING POLL