રાજકોટમાં ખૂન કા બદલા ખૂન: યુવાનને રહેંસી નખાયો

January 12, 2018 at 11:00 am


રાજકોટ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોય તેમ શહેરમાં લુખ્ખાઓ, આવારા તત્વો અને વ્યાજખોરો સહિતના ઈસમો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે મોડીરાત્રીના ભીસ્તીવાડમાં રહેતો યુવાન પરાબજાર મેઈન રોડ પર નાસ્તો કરવા ગયા બાદ અગાઉ ભીસ્તીવાડમાં નિઝામ નામના યુવાનનું મર્ડર થયું હોય જેનો બદલો લેવા નિઝામના કુટુંબીક ભાઈ સહિતના શખસોએ ભીસ્તીવાડના યુવાન પર તીક્ષણ હથીયાર વડે હમલો કરી હત્યા કરી ખુન કા બદલા ખુનનો બનાવ બનતા પોલીસે તપાસનો ધમધમાટ શ કર્યો છે.

આ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ભીસ્તીવાડમાં મસ્જીદ પાસે રહેતા આબીદ હસેનભાઈ જુણાચ ઉ.વ.25 નામના યુવાને એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે રીયાઝ ઈસ્માઈલ દલ, રીઝવાન ઈસ્માઈલ દલ (રહે. બન્ને જામનગર રોડ, હડકો કવાર્ટર), ઈસ્માઈલ ઉર્ફે બટુક ઈસા દલ (રહે. જંગલેશ્ર્વર), શાહખ ઉર્ફે રાજા બાબુ જુણેજા તથા બીજા ત્રણેક અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાઈ છે.

આબીદભાઈ જુણાચે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અગાઉ ઈસ્માઈલ ઉર્ફે બટુક ઈસા દલના ભાઈનો દિકરો નિઝામ સુલેમાનનું અગાઉ 11 મહિના પહેલા ગાયકવાડી શેરી નં.6માં ખુન થયેલ જે બાબતનો ખાર રાખી ખુનનું વેર વાળવા ઉપરોકત શખસો ગઈકાલે મોડીરાત્રીના ધર્મેન્દ્ર રોડ પર નાસ્તો કરવા ગયેલા ભીસ્તીવાડના યુવાન મોહસીન ઉર્ફે અક્ષર હનીફભાઈ જુણેજા ઉ.વ.30 નામના યુવાન પર ઘાતક હથીયારો વડે હમલો કરી છરીના આડેધડ ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા. બનાવના પગલે એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.એન.યાદવ, રાઈટર રણજીતસિંહ, વિજેન્દ્રસિંહ, સંજયસિંહ, પીએસઆઈ જી.એમ.રાઠવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ પ્રાથમીક તપાસ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે, અગાઉ નિઝામ સુલેમાન દલની હત્યા થઈ હતી. જેમાં આરોપી તરીકે દરગાહના પ્રમુખ હાજી બાબુ જાનમહમદના પુત્ર યુસુફ દલ, જાહેદ દલ, હનીફ દલ સહિતના શખસોના નામ આવ્યા હોય ઉપરોકત શખસો નિઝામની હત્યાના ગુનામાંથી થોડા દિવસો પહેલા જ જેલમાંથી છૂટયા હોય ઉપરોકત નિઝામની હત્યાના આરોપીનો ભાણેજ અને હનીફ દલની પુત્રી હીના સાથે દોઢ વર્ષ પહેલા લગ્ન કરનાર મોહસીન ઉર્ફે અગશર હનીફ જુણેજાની હત્યા કરી ખુન કા બદલા ખુનથી હિસાબ સરભર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક મોહસીન ઉર્ફે અગશર બે બેનનો એકનો એક ભાઈ હતો અને તે ખાનગી પેઢીમાં ફ્રીઝ, એસી રીપેરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવાનની હત્યાના પગલે મુસ્લિમ પરિવારમાં માતમનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે યુવાનની હત્યા કરનાર શખસોની શોધખોળ આદરી તપાસનો ધમધમાટ શ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL