રાજકોટમાં ચિકનગુનિયા બેકાબૂ: ઈસ્કોન મોલમાંથી મચ્છર મળ્યા

September 13, 2017 at 3:32 pm


રાજકોટ શહેરમાં દિવસે દિવસે રોગચાળો બેકાબૂ બની ગયો છે. ખાસ કરીને હાલ શહેરમાં ચિકનગુનિયાના વાયરા સૌથી વધુ જોવા મળી રહ્યા છે. તાવ આવવાની સાથે માથું ભારે થાય અને ધીમે ધીમે શરીરના સાંધાઓમાં દુ:ખાવો થવા લાગે તે ચિકનગુનિયાનું મુખ્ય લક્ષણ છે. ખાસ કરીને લેબોરેટરી રિપોર્ટ કરાવ્યા સિવાય ચિકનગુનિયા હોવાનું નિદાન થઈ શકતું નથી. હાલમાં વાયરલ ઈન્ફેક્શનથી થતો તાવ પણ સાંધા પકડાવી દે છે. ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતનો મચ્છરજન્ય રોગચાળો વકરતાં શહેરમાં આવેલા 400થી વધુ સંકુલોમાં મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જ્યાં આગળ મચ્છરની ઉત્પત્તિ જોવા મળી ત્યાં આગળ નોટિસ ફટકારીને દંડની વસૂલાત કરવામાં આવી હતી. કુલ 284 સંકુલોમાં મચ્છણ જોવા મળ્યા હતા જ્યાંથી ા.50800ના દંડની વસૂલાત કરાઈ હતી.
વધુમાં આરોગ્ય શાખાના વર્તુળોએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક રિપોર્ટમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવના 239 કેસ, ઝાડા-ઊલટીના 185 કેસ, ટાઈફોઈડના 6, ડેંગ્યુના 8, ચિકનગુનિયાના 18, મરડાના 18, મેલેરિયાના 6, કમળાના 2 અને અન્ય તાવના 27 કેસ મળી આવ્યા હતાં.
શહેરમાં 400થી વધુ સંકુલોમાં ચેકિંગ કરાયું હતું જેમાં 284 સ્થળોએ મચ્છરની ઉત્પત્તિ મળી હતી જેમાં ઈસ્કોન મોલ, પરફેક્ટ ઓટો, સનસાઈન હોસ્પિટલ, વિવિધ બાંધકામ સાઈટો, લીમડા ચોકમાંથી ફન સ્ટીન હોટેલ સહિતનો સમાવેશ થાય છે. જ્યાંથી મચ્છરની ઉત્પત્તિ જોવા મળી ત્યાં આગળ નોટિસો આપી કુલ ા.50800નો દંડ વસૂલાયો હતો.

print

Comments

comments

VOTING POLL