રાજકોટમાં ટાઢાબોળ પવન સાથે ઠંડીનું જોર યથાવત

February 13, 2018 at 4:06 pm


કાશ્મીરમાં થયેલી હિમવર્ષા અને ઉત્તરના રાયમાં વરસાદ પડતાં વાતાવરણમાં તેની અસર જોવા મળી છે અને સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ટાઢાબોળ પવન સાથે ઠંડીનું જોર યથાવત રહ્યં છે. આજે રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૪.૭, ભુજમાં ૧૪.૨, નલિયામાં ૧૧.૨, સુરેન્દ્રનગરમાં ૧૫.૩, કંડલામાં ૧૫.૫, અમરેલીમાં ૧૫.૪, મહુવામાં ૧૪.૩, ભાવનગરમાં ૧૬.૬, પોરબંદરમાં ૧૭.૨, વેરાવળમાં ૧૮.૪, ઓખામાં ૨૧.૨ ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાનનો પારો પણ મોટા ભાગે ૩૦ ડિગ્રી નીચે રહ્યો છે. ભુજમાં ૩૦, રાજકોટમાં ૨૮.૮, નલિયામાં ૨૫.૨, સુરેન્દ્રનગરમાં ૨૯.૭, અમરેલીમાં ૩૦ ડિગ્રી નોંધાયું હતું

print

Comments

comments

VOTING POLL