રાજકોટમાં ઢોરની સંખ્યા ૫ વર્ષમાં ૨૫,૦૦૦ ઘટી ગઈ

March 13, 2018 at 3:32 pm


રાજકોટ સહિત રાયભરમાં ઓકટોબર–૨૦૧૭માં પશુ ગણતરી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ તે જ સમયગાળામાં ગુજરાત રાય વિધાનસભાની ચૂંટણી આવી જતાં તત્કાલિન સમયે પશુ ગણતરી મોકુફ રહી હતી અને હવે આગામી દિવસોમાં ટૂંક સમયમાં ફરી પશુ ગણતરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. છેલ્લે ૨૦૧૨માં પશુ ગણતરી થઈ હતી તે વેળાની સ્થિતિ મુજબ રાજકોટમાં કુલ ૪૫,૦૦૦ પશુઓ નોંધાયા હતા. યારે ત્યારબાદ શહેરમાં સઘન ઢોરપકડ ઝુંબેશ શરૂ કરવામાં આવતાં અનેક રખડતાં પશુઓને રાજકોટ બહારની પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે. મહાપાલિકાના અધિકારીઓના મત અનુસાર હાલમાં રાજકોટમાં પશુઓની સંખ્યા કુલ ૧૫,૦૦૦ હોવાનો પ્રાથમિક અંદાજ છે. ઢોરપકડ ઝુંબેશની સફળતા બાદ છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટમાં પશુઓની સંખ્યામાં ૨૫,૦૦૦નો ઘટાડો નોંધાયો હોવાનો નિષ્ણાતોનો મત છે.

વિશેષમાં આ અંગે એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના વેટરનરી ઓફિસર ડો.જાકાસણીયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સમગ્ર શહેરમાં સઘન ઢોર પકડ ઝુંબેશ ચલાવવામાં આવતાં નધણીયાતા તેમજ દૂધ ન આપતાં હોવાના કારણે માલિકોએ કાઢી મૂકયા હોય તેવા પશુઓને ઢોર ડબ્બામાં પૂરવામાં તત્રં સફળ રહ્યું છે.

પશુ વસતી ગણતરીમાં ગાય ઉપરાંત બળદ, આખલા, ભેંસ, ઘોડા, ગધેડા, કુતરા સહિતના તમામ પશુઓનો સમાવેશ થઈ જાય છે. શહેરી વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય ઓછો થતો હોય પાલતું પશુઓની સંખ્યા ઓછી છે. હાલની સ્થિતિએ શહેરમાં અંદાજે ૧૫,૦૦૦ પશુઓ હોવાનો પ્રાથમિક અંદાજ છે. જો કે આ અંગેની સાચી વિગતો પશુ વસતી ગણતરી દરમિયાન જ બહાર આવી શકે.

રખડતાં ઢોર ડબ્બે પૂરવા ઉપરાંત રખડતાં કુતરાઓની વસતીને નિયંત્રણમાં લેવા શ્ર્વાન વ્યંધિકરણ માટે એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવતાં સફળ ઓપરેશનના ભાગરૂપે શહેરમાં શ્ર્વાનની વસતી પણ નિયંત્રીત થઈ ગઈ છે.

તેમણે ઉમેયુ હતું કે આગામી પશુ વસતી ગણતરી ખૂબ જ હાઈટેક રીતે થનાર છે. અગાઉ અંદાજના આધારે ગણતરી થતી હતી પરંતુ હવે ડોર ટુ ડોર જઈને પશુ વસતી ગણતરી કરવામાં આવશે. પશુઓના માલિક, માલિકના આધારકાર્ડ, કઈ જાતિ અને કઈ બ્રિડના પશુ છે તેની વિગતવાર નોંધ સહિતની અનેક પ્રકારની વિગતો મેળવ્યા બાદ તેનો ડેટા ઓનલાઈન રાય સરકારના પશુપાલન વિભાગ સુધી મોકલવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL