રાજકોટમાં બપોર બાદ ધોધમાર દોઢ ઇંચ વરસાદ: મૌસમનો કુલ ૩૫.૫ ઇંચ

July 17, 2017 at 3:40 pm


રાજકોટ શહેરમાં સતત છેલ્લા 72 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે સાંજે ૪ થી ૫:૪૫ વાગ્યા સુધીમાં વધુ દોઢ ઇંચ પાણી વરસી ગયું છે. આ સાથે જ આજે સાંજે ૫:૪૫ વાગ્યાની સ્થિતિએ રાજકોટ શહેરનો મૌસમનો કુલ વરસાદ ૩૫.૫ ઇંચ થયો છે. તેમ મહાનગરપાલિકાના વર્તુળોએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં સવારથી વાતાવરણ વરસાદી બન્યું હતું. ભારે બફરા અને વાદળો વચ્ચે બપોર બાદ રાજકોટમાં અમુક સ્થળે ઝરમર અને ત્યારબાદ મુશળધાર વરસાદ વરસી પડ્યો હતો. જયારે સાંજથી જ ગોંડલ, વિરપુર, જેતપુર, સુલતાનપુર, વીંઝીવાદ, દેરડી-કુંભાજી સહિતના ગામોમાં જોરદાર વરસાદ વર્ષ\અસ્ત ભાદર-૧ ડેમમાં આજે રાત્રી સુધીમાં નવા નિર્ણય આવક થાય તેવી આશા વર્તાઈ રહી છે.

પશ્ચિમ બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે જેના પગલે 21, 22, 23 તારીખે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા વરસાદના પગલે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રમાં અનેક ગામોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી પડ્યો છે. જો કે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વાવાઝોડા અને ગાજવીજ સાથે હાલમાં રાજકોટમાં વરસાદ પડી રહ્યો છે. બપોર બાદ શહેરમાં વાદળોના ગંજ દેખાઇ રહ્યાં છે.

print

Comments

comments

VOTING POLL