રાજકોટમાં બીજી વખત દેખાયો વિશ્વનો સૌથી ઝેરી કરોળિયો: છે 4 આંખ

January 5, 2017 at 5:50 pm


દુનિયાના સૌથી ઝેરી કરોળિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સના વિદ્યાર્થીઓએ ભવનમાંથી જ શોધી કાઢ્યો છે. આ કરોળિયો વાયોલીન સ્પાઇડર તરીકે ઓળખાય છે. આ કરોળિયાને ચાર આંખો અને આઠ પગ હોય છે. તેનો એક ડંખ જીવલેણ સાબિત થાય છે. ભવનના વડા ડો.વર્ષાબેન ત્રિવેદીએ કહ્યું હતું કે, આ પહેલા દક્ષિણ ભારતમાં દેખાયા બાદ બીજી વખત દેશમાં રાજકોટમાં દેખાયો છે.

ડો. વર્ષાબેન ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, વાયોલીન સ્પાઇડરના એક ડંખ માણસને જીવવા માટે મુશ્કેલ કરી દે છે. કરોળિયાના ડંખમાં રહેલું ઝેર ચેતાતંત્ર મારફતે આખા શરીરમાં પહોંચી જાય છે. તેમજ ગુજરાત બીજે ક્યાંય ન જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ કિટકશાસ્ત્રના અભ્યાસ દરમિયાન કેમ્પસમાંથી 100 કરોળિયા શોધી કાઢ્યા હતા. જેમા વાયોલીન સ્પાઇડર સંસ્કૃત ભવનની લાયબ્રેરીમાંથી મળી આવ્યો હતો. લાયબ્રેરીમાં થોડા સમય પહેલા જ વિદેશથી પુસ્તકો આવ્યા હતા તેના ભેગો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL