રાજકોટમાં મુિસ્લમ પરિવારના મકાન પર ફાયરિ»ગ કરનાર કુખ્યાત શખસ સહિતની શોધખોળ

August 27, 2018 at 11:41 am


રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે વધુ એક વખત લીરા ઉડયા છે. છેલ્લા બે વર્ષથી ફરાર કુખ્યાત શખસે ગંજીવાડામાં મુિસ્લમ પરિવારના મકાન પર ચાર રાઉન્ડ ફાયરીગ કરી નાસી જતાં પોલીસે કુખ્યાત સહિત ચાર શખસો સામે ગુનો નાેંધી તેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. અગાઉ આપેલા બે લાખની મુિસ્લમ યુવાન ઉઘરાણી કરતો હોય જે પ્રñે કુખ્યાત શખસે સાગરીતો સાથે ધસી આવી આતંક મચાવી ફાયરીગ કર્યાનું બહાર આવ્યું છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગંજીવાડામાં રહેતો અને મકાન લે-વેચનું કામ કરતો અબ્દુલ સુલેમાન માજોઠી ઉવ 40 નામનો મુિસ્લમ યુવાન ગઈકાલે તેના ઘેર હતો ત્યારે અગાઉ ચોરી, મારામારી સહિતના ગુનામાં ફરાર હિતેષ ધનજી ખીમસુરીયા તથા તેનો સાગરીત પ્રવિણ ઉર્ફે પલીયો કોળી, સુરેશ ઉર્ફે વાંકો કોળી અને દલો બાવડીયો સહિતના શખસોએ ધસી આવી ધસી આવી હથીયારમાંથી ફાયરીગ કરી આતંક મચાવી નાસી ગયા હતા. બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાંચ, થોરાળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમીક તપાસમાં અબ્દુલે ચાર વર્ષ પહેલા હિતેષ ખીમસુરીયાને બે લાખ ઉછીના આપ્યા હોય જેની ઉઘરાણી કરતા હિતેષે તૈયારી કરી રાખજે લડી લેવુ છે તેમ કહી સાગરીતો સાથે ઘેર આવી ફાયરીગ કર્યાનું જણાવતા પીઆઈ ગડુ, રાઈટર અજીતભાઈ સહિતના સ્ટાફે ગુનો નાેંધી આરોપીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

print

Comments

comments

VOTING POLL