રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર ઝોનની રેવન્યુ કોન્ફરન્સઃ તડામાર તૈયારી

August 21, 2018 at 2:38 pm


આગામી તા.6 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે રેવન્યુ વિભાગના ટોચના અધિકારીઆેની બેઠકનું આયોજન અટલ બિહારી વાજપેયી હોલ ખાતે કરવામાં આવેલ છે. આ અંગેની તડામાર તૈયારીમાં અત્યારથી જ કલેકટર તંત્ર લાગી ગયું છે.

મહેસુલ વિભાગના કેબિનેટમંત્રી કૌશિક પટેલ અને મહેસુલ સચિવ પંકજકુમારની ખાસ ઉપસ્થિતિમાં યોજાનારી રેવન્યુ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઆે, પ્રાંત અધિકારીઆે, ડેપ્યુટી કલેકટરો, મામલતદારો સહિતનાઆેને હાજર રહેવા માટે જણાવી દેવાયું છે.

રેવન્યુ વિભાગના દબાણ, વસુલાત, અપીલ કેસોના નિકાલ, પડતર નાેંધની નિકાલ સહિતના વિવિધ મુદ્દાઆેની આ કોન્ફરન્સમાં ચર્ચા થવાની છે. સાથોસાથ હાલ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં બિનખેતીની પ્રક્રિયા આેનલાઈન ચાલી રહી છે તે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં અમલમાં આવનાર હોવાથી તે સંદર્ભે માહિતી અને માર્ગદર્શન આ બેઠકમાં ગાંધીનગરથી આવનારા અધિકારીઆે દ્વારા આપવામાં આવશે.

રાજકોટ ખાતે અગાઉ પણ રેવન્યુ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ તે છેંી ઘડીએ મુલતવી રાખવું પડયું હતું. હવે તા.6 સપ્ટેમ્બરના રોજ આ કોન્ફરન્સ યોજાશે અને તેમાં રેવન્યુ વિભાગના મહત્વના પ્રશ્નોની ચર્ચા-વિચારણા આખો દિવસ કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી આ કોન્ફરન્સ શરૂ થઈ જશે અને સાંજે મોડે સુધી તે ચાલશે.

print

Comments

comments

VOTING POLL