રાજકોટમાં રૂા.9.45 લાખના ચાંદીના દાગીનાની છેતરપિંડી

August 30, 2018 at 2:53 pm


રાજકોટમાં પેડક રોડ પર ચાંદીના દાગીના બનાવતાં વેપારી સાથે રૂા.9.45 લાખના ચાંદીની છેતરપિંડી થતાં ચકચાર મચી જવા પામી છે. સામાકાંઠાના વેપારી પાસેથી કામ કરવાના બહાને કારીગર ચાંદીનો જથ્થો લઈ ફરાર થઈ જતાં પોલીસમાં ગુનો નાેંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા દોડધામ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પેડક રોડ ઉપર આવેલ મારુતિનગરમાં રહેતા અને ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે દશરથ સિલ્વર આર્ટમાંથી ચાંદીનો માલ લઇ બહાર જોબવર્કર પાસે ફિટિંગ અને સોલ્ડરનું કામ ધરાવતા પ્રદીપગીરી જગદીશગીરી ગોસ્વામીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાેંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે દશરથ સિલ્વરમાં વિશાલ કિશોરભાઈ મોરાણીયા નામનો શખ્સ અગાઉ કામ કરતો હતો બાદમાં ત્યાંથી નીકળી પોતાનું જોબવર્કનું કામ ચાલુ કર્યું હતું 17 એપ્રિલે વિશાલે કામ માંગતા ફરિયાદી પ્રદીપભાઈએ જ દશરથ સિલ્વર આર્ટમાં સહુલભાઈ ગોસ્વામી પાસે વિશાલને ખાતું ખોલાવી દીધું હતું પ્રથમ 305 કિલો 784 ગ્રામ ચાંદી આપેલ તે પેટે 283 કિલો 533 ગ્રામ પરત આપી દીધું હતું બાદમાં 242 કિલો 697 ગ્રામ પૈકી 231 કિલો 797 ગ્રામ પરત આપી દીધું હતું મેં મહિનામાં 36 કિલો 89 ગ્રામ આપેલ તે પેટે 13 કિલો 838 ગ્રામ પરત કરેલ, બાદમાં 248 કિલો 500 ગ્રામ આપેલ એ પેટે 221 કિલો 563 ગ્રામ પરત કરેલ, જૂન મહિનામાં 32 કિલો 91 ગ્રામ આપેલ એ પેટે 9 કિલો 840 ગ્રામ પરત કરેલ, બાદમાં 133 કિલો 423 ગ્રામ આપેલ એ પેટે 100 કિલો 218 ગ્રામ પરત કરેલ અંતમાં વિશાલને તમામ માલનો સ્ટોક કરાવી જવા માટે કહેતા વિવિધ બહાના કાઢવા લાગતા તેના ઘરે જતા ત્યાંથી 11 કિલો 748 ગ્રામ અને 8 કિલો 565 ગ્રામ ચાંદી મળી આવતા માલ લઇ લીધો હતો હજુ વિશાલ પાસેથી 40 ટચનું 20 કિલો 503 ગ્રામ અને 58 ટચનું 24 કિલો 640 ગ્રામ જેની કુલ કિંમત 9,45,290 રુપિયા થતા હોય આ માલ અલ્લારખાભાઇ, રાકેશભાઈ અને સાહુલભાઈએ આપ્યો હોય અને વિશાલે ચાંદી કે પૈસા પરત નહિ આપી છેતરપિંડી કરી હોય આ અંગે પીએસઆઇ એમ એમ ઝાલા સહિતના સ્ટાફે ગાંઠિયાની શોધખોળ હાથ ધરી છે

print

Comments

comments

VOTING POLL