રાજકોટમાં લાંચ લેતાં ઝડપાયેલા તોલમાપના કર્મચારીએ રાત લોકઅપમાં વિતાવી

January 11, 2019 at 3:27 pm


રાજકોટના ભાવનગરના ઉતારામાં આવેલી એસીબીની આેફિસની બાજુમાં જ આવેલી તોલમાપ ખાતાની આેફિસનો કર્મચારી રૂા.30 હજારની લાંચ લેતાં ઝડપાયા બાદ તેના ઘરની ઝડતી લેવામાં આવી હતી. તેમજ લાંચિયા કર્મચારીએ રાત લોકઅપમાં વિતાવી પડી હતી.
રાજકોટમાં કાનૂની માપ વિજ્ઞાન તોલમાપના વજનકાંટાઆે તથા બે બ્રિજ રિપેરિ»ગનું લાયસન્સ ધરાવતાં ફરિયાદી પાસેથી વજનકાંટા અને બે બ્રિજ તપાસવા અને રિપેરિ»ગ કરવા બાબતે તોલમાપ ખાતાના જૂનિયર નિરિક્ષક મહેન્દ્રકુમાર ભગવાનભાઈ પ્રજાપતિ રૂા.30 હજારની લાંચ માંગી હતી. કોલેજવાડી ખાતે ફરિયાદીની દુકાને લાંચનુ છટકૂ ગોઠવાયું અને રૂા.30 હજારની લાંચ લેતાં તોલમાપના કર્મચારીને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. બહુમાળી ભવન પાસે સરકારી કવાટર્સમાં રહેતાં મહેન્દ્ર પ્રજાપતિના ઘરની ઝડતી લેવામાં આવી હતી.
લાંચ લેતાં ઝડપાયેલા મહેન્દ્ર પ્રજાપતિએ રાત લોકઅપમાં વિતાવી હતી આજે પણ તેની પૂછપરછ કરવામાં આવશે.
એસીબીની આેફિસ બાજુમાં જ તોલમાપ ખાતાની આેફિસ આવેલી અને આ લાંચિયો કર્મચારી એસીબીની આેફિસની બાજુમાં આવેલી કચેરીમાં બેસી બેરોકટોક લાંચ લેતો હતો.

print

Comments

comments

VOTING POLL