રાજકોટમાં વધુ એક બહુમાળી ભવન પૂર્ણતાના આરે: 35 ઓફિસનો સમાવેશ કરાશે

April 21, 2017 at 2:59 pm


નવી કલેકટર કચેરીની બાજુમાં આવેલ અને રિડ કલબના નામથી ઓળખાતી જગ્યામાં સેવા સદન-3નું બાંધકામ છેલ્લા કેટલાક સમયથી પૂરજોશથી ચાલી રહ્યું છે. કરોડો પિયાના ખર્ચે સાકાર થનાર રાજકોટના આ વધુ એક બહમાળી ભવનમાં સરકારના વિવિધ વિભાગોની 35 જેટલી કચેરીઓને જગ્યા ફાળવવામાં આવશે તેમ જાણવા મળે છે. નવું બહમાળી ભવન પાંચ મજલાનું બાંધવામાં આવ્યું છે.

પીડબલ્યુડી અને કલેકટર તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ કરોડો પિયાના ખર્ચે સાકાર થનાર સેવા સદન-3માં સિવિલ અને ઈલેક્ટ્રિકલનું મોટાભાગનું કામ પુરું થઈ ગયું છે. બાકીનું કામ ઝડપભેર પુરું કરવા માટે દિવસ-રાત જોયા વગર ધમધમાટ ચાલી રહ્યો છે અને ગુજરાત રાજ્ય સ્થાપ્ના દિન તા.1મેના રોજ સેવાસદન-3નું લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતા છે. મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના હસ્તે સેવા સદન-3નું લોકાર્પણ થાય તેમ જણાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મે માસમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે નવા એરપોર્ટના ખાતમુહર્ત માટે તે આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે. બહમાળી ભવનના લોકાર્પણમાં વડાપ્રધાનને બોલાવવા કે કેમ ? તેની પણ ચચર્િ થઈ રહી છે. હાલ રાજકોટ શહેરમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની અનેક કચેરીઓ ભાડાના મકાનમાં બેસે છે અને સરકારને દર મહિને ભાડાપેટે લાખો પિયાનો ખર્ચ થાય છે. સેવા સદન-3 સાકાર થયા પછી 35 જેટલી ઓફિસોને તેમાં કામ આપવામાં આવશે. હાલ સરકારના કયા વિભાગની કઈ ઓફિસ ભાડાના મકાનમાં બેસે છે ? તેનું કેટલું ભાડુ છે ? સ્ટાફની સંખ્યા કેટલી છે ? તેવી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરાઈ રહી છે અને બિલ્ડિંગ બન્યા બાદ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL