રાજકોટમાં સતત બીજા દિવસે વાદળિયું વાતાવરણ: ગરમી ગાયબ

February 6, 2018 at 4:02 pm


આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ રહ્યું છે. રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ અમીછાંટણા ગઈકાલે થયા હતા. આજે રાજકોટમાં આખો દિવસ ધાબડયું વાતાવરણ રહ્યું હતું. સુર્યનારાયણના દર્શન થયા ન હતાં અને ઠંડો પવન ફૂંકાતા ગરમી ગાયબ થઈ હોય તેવો અહેસાસ લોકોને થયો હતો.
રાજકોટમાં આજે સવારે વહેલી સવારમાં 51, ભાવનગરમાં 68, પોરબંદરમાં 64, વેરાવળમાં 62, દ્વારકામાં 60, ભુજમાં 55, નલિયામાં 54, સુરેન્દ્રનગર 66 અને અમરેલી 53 ટકા ભેજ નોંધાયો છે. ભેજવાળા વાતાવરણના કારણે મોડીસાંજથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. આજે સવારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 18.5, ભાવનગરમાં 19.7, પોરબંદરમાં 18.4, વેરાવળમાં 20, દ્વારકામાં 17, ઓખામાં 21.2, ભુજમાં 15, નલિયામાં 16, સુરેન્દ્રનગરમાં 18.1, કંડલામાં 16.1, અમરેલીમાં 19.6, મહવામાં 18.5 ડિગ્રી નોંધાયું છે.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 31.9, ભુજમાં 28, નલિયામાં 28.7, સુરેન્દ્રનગરમાં 30.7 અને અમરેલીમાં 33.8 ડિગ્રી રહેવા પામ્યું છે.

print

Comments

comments

VOTING POLL