રાજકોટમાં હાદિર્ક પટેલના સમર્થનમાં કાેંગ્રેસના ધરણાંઃ સૂત્રોચ્ચાર-દેખાવ

September 7, 2018 at 3:39 pm


પ્રદેશ કાેંગ્રેસ દ્વારા અપાયેલા એલાન મુજબ આજે રાજકોટ સહિત રાજ્યભરમાં તમામ જિલ્લા મથકોએ હાદિર્ક પટેલના સમર્થનમાં 24 કલાકના ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે જિલ્લા પંચાયતના ચોકમાં યોજાયેલા ધરણાંના આ કાર્યક્રમમાં શહેર-જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાેંગ્રેસના આગેવાનો, કાર્યકરો, કોર્પોરેટરો, ધારાસભ્યો સહિતનાઆે ઉપસ્થિત રહ્યા હતા.

સવારે 11 વાગ્યાથી ધરણાંનો કાર્યક્રમ શરૂ થયો હતો અને આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી તે ચાલુ રહેશે. ધરણાંના કાર્યક્રમમાં આજે જિલ્લા કાેંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરા, તાલુકા કાેંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ખૂંટ, ધારાસભ્ય જાવેદ પીરજાદા, અશોક ડાંગર, મિતુલ દાેંગા, ડો.હેમાંગ વસાવડા, નરેશ સાગઠિયા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી, મહેશ રાજપૂત, સતુભા જાડેજા, પ્રદેશ આગેવાન હેમતશી પટેલ, વશરામ સાગઠિયા, ચંદુભાઈ શિંગાળા, અજુર્નભાઈ ખાટરિયા, પરસોતમભાઈ લુણાગરિયા, હરિòંદ્રસિંહ જાડેજા સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાેંગ્રેસે ધરણાં દરમિયાન ભાજપ સરકારની વિરૂધ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને હાદિર્ક પટેલની માગણીઆે સ્વીકારવા અનુરોધ કર્યો હતો. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઉપવાસી છાવણીએ સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

print

Comments

comments

VOTING POLL