રાજકોટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બનશે શકય

April 17, 2017 at 5:56 pm


ધબકતા હૃદયને દેશના કોઈપણ ખુણે પહાેંચાડવાની પોલીસ અને જીવતદાન ફાઉન્ડેશન તરફથી શરૂ કરેલી કવાયતમાં પોલીસ અને તબીબોની પ્રાઈમરી ટેસ્ટ લેવાઈ હતી. જેમાં તેને ગ્રીન સિગ્નલ મળ્યાની પોલીસ કમિશનર કચેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આજે સવારે એરપોર્ટથી વોકહાર્ટ હોસ્પિટલ 5.37 મીનીટમાં તેમજ સ્ટલંગ હોસ્પિટલથી એરપોર્ટ સુધીનો સમય 5.22 મીનીટનો થયો હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જોઈન્ટ પોલીસ કમિશનર દીપક ભટ્ટે જણાવ્યું હતું. જેમાં બન્ને હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર જાહેર કરવામાં આવી હતી. આ કવાયતમાં રાજકોટની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ગ્રીન સિગ્નલ મળ્યું હોવાનું જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, જેનું બ્રેઈન ડેડ થઈ ગયું હોય તેવા દર્દીઆેને હૃદયનું દાન કરવાની ઈચ્છા જાહેર કરી હોય આવા હૃદયને દેશના કોઈપણ શહેરમાં રહેતા જરૂરીયાતમંદના જીવન બચાવવા તાકીદે પ્રત્યારોપણ કરી તેને નવું જીવન આપી શકાય છે. આ માટે આજે સવારે એરપોર્ટથી એર એમ્બ્યુલન્સ દ્વારા વોકહાર્ટ અને સ્ટલંગ હોસ્પિટલ ખાતે ગ્રીન કોરીડોર યોજાઈ હતી. જેમાં વોકહાર્ટ હોસ્પિટલથી એરપોર્ટ એર એમ્બ્યુલન્સનો સમય 5.37 મીનીટનો સમય તેમજ સ્ટલંગ હોસ્પિટલથી એરપોર્ટ સુધીનો સમય 5.22 મીનીટનો સમય સફળ રહ્યાે છે. ગ્રીન કોરીડોર એટલે જે તે હોસ્પિટલથી એરપોર્ટ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત માટે 124 પોલીસ જવાનોની જરૂર પડતી હોય તેવો ટ્રાફીક વ્યવસ્થા કરી રસ્તો કલીયર કરવા માટે મદદરૂપ થાય અને એમ્બ્યુલન્સની આગળ પાછળ પાઈલોટીગ કરી સમય બચાવવામાં મદદરૂપ કરે છે. જેના માટે સંપુર્ણ આયોજન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જોઈન્ટ પોલીસ કમિશનર દીપક ભટ્ટ, ડીસીપી કરણ વાઘેલા, આેડેદરા, ટ્રાફીક એસીપી જાડેજા તેમજ જીવતદાન ફાઉન્ડેશનના ડો. હીતા મહેતા, સંદીપ ગાંધી, ડો. કલ્પીત સંઘવી, ડો. સુખવાલ, ડો. ચેતન મહેતા, વોકહાર્ટ અને સ્ટલંગ હોસ્પિટલનું મેનેજમેન્ટ તથા એરપોર્ટ આેથોરીટીનો પુરતો સહયોગ મળ્યો હતો. ગ્રીન કોરીડોરની વ્યવસ્થા હાલમાં ગુજરાત રાજ્યમાં એકમાત્ર ભાવનગર બાદ રાજકોટ શહેરમાં કરવામાં આવશે. જે રાજકોટ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર માટે યોગ્ય રીતે ગ્રીફ કરી તાત્કાલીક જગ્યા માટે ગોઠવાય જશે અને ગ્રીન કોરીડોરની વ્યવસ્થાથી કોઈ માણસોની જીંદગી બચી શકે તે માટે સહકાર આપતી રહેશે.
દરમ્યાન જીવતદાન ફાઉન્ડેશનના સભ્યએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજકોટમાંથી 79 કિડની અને 36 લીવરનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. હવે માત્ર 6 કલાકનો સમય મેળવતો હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ શકય બની શકશે તેમ જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL