રાજકોટવાસીઓ આનંદો: પ્રધુમન પાર્ક ઝૂમાં સફારી માટે હવે જીપ્સી અપાશે

May 19, 2017 at 6:21 pm


રાજકોટવાસીઓમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં પ્રધુમન પાર્ક ઝૂ ભારે લોકપ્રિય બની ગયું છે. હાલ વેકેશનની સીઝનમાં દરરોજ હજારો મુલાકાતીઓ ઝૂમાં મહાલી રહ્યા છે. હાલમાં ત્યાં આગળ બેટરી ઓપરેટેડ કાર રાખવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં પ્રધુમન પાર્ક ઝૂના વિશાળ વિસ્તારમાં ફરવા માટે મતલબ કે સફારીની મોજ માણવા માટે મારૂતિ જીપ્સી કારની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવશે. ટૂંક સમયમાં આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ દ્રારા મંજૂર કરાશે અને રૂા.૧૬.૩૬ લાખના ખર્ચે બે નવી નક્કોર જીપ્સી ઝૂમાં મુકવામાં આવશે. આગામી તા.૨૨ને સોમવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગેની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝૂને પ્રદૂષણમુકત રાખવાના હેતુને સાર્થક કરવા બન્ને જીપ્સી સીએનજી ઓપરેટેડ રહેશે.

આ ઉપરાંત મહાનગરપાલિકાના નવનિયુકત ડેપ્યુટી કમિશનર મહેશ અરૂણ બાબુ (આઈએએસ) માટે રૂા.૧૯ લાખના ખર્ચે ટોયોટા ઈનોવા કાર ખરીદવા માટે પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હોવાનું જાણવા મળે છે.

print

Comments

comments

VOTING POLL