રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બનશે એસટી બસ સ્ટેશન

October 6, 2017 at 10:45 am


રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ચોટીલાના હીરાસર નજીક નિર્માણ થનારા ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે જ અતિ આધુનિક બસ સ્ટેશનનું નિમર્ણિ કરવાની દિશામાં કાર્યવાહી શ કરાયાનું જાણવા મળે છે. આ સંદર્ભે જમીનની માંગણી પણ દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે.

વિશેષમાં આ અંગે રાજકોટ એસટીના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચિતમાં જણાવ્‌યું હતું કે, ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ ખુબજ ટ્રાફિક મળી રહેશે તેવો અંદાજ છે. રાજકોટ શહેર જિલ્લો ઉપરાંત મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાનો ટ્રાફિક પણ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક નિર્માણ થનારા એસટી બસ સ્ટેશનને મળી રહેશે તેવા અંદાજના આધારે ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એસટી બસ સ્ટેશન માટે જમીન ફાળવવા માંગણી કરતી દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે.

print

Comments

comments

VOTING POLL