રાજકોટ એન્જિનિયરિંગ એસો.ના પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાઈ આવતા પરેશ વાસાણી

March 20, 2017 at 3:23 pm


રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 માટે નવા હોદેદારોની નિમણુંક કરાઈ છે. આજે સવારે એક બેઠક મળી હતી. જેમાં સવર્નિુમતે તમામ હોદેદારોની નિમણુંક કરાઈ હતી. એન્જીનિયરીંગ એસો.ના પ્રમુખ પદે ટર્બો બેરીંગ્સ પ્રા.લી.ના પરેશ વાસાણી બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ સહિતના હોદેદારોની પણ નિમણુંક કરાઈ છે. આજરોજ થયેલી નિમણુંકમાં યુવાનોને તક આપવામાં આવે છે અને મોટાભાગના નવનિયુકત હોદેદારો યુવાનો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનની આજરોજ બેઠક મળી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ હાજર રહ્યા હતાં અને તમામની હાજરીમાં નવા હોદેદારોની સવર્નિુમતે વરણી કરાઈ હતી. નવનિયુકત ટીમ વર્ષ 2017-18 અને 2018-19 એમ બે વર્ષ માટે કાર્યરત રહેશે. આજરોજ યોજાયેલી બેઠકમાં પ્રમુખ પદે ટર્બો બેરીંગના પરેશભાઈ વાસાણીની નિમણુંક બનીહરીફ કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદે સનફોર્જ પ્રા.લી.ના રાજેશ કાલરીયા, માનદ મંત્રી તરીકે પ્રભુકૃપા ઈન્ડસ્ટ્રીઝના બ્રિજેશ દુધાગરા, સહમંત્રી તરીકે બ્લોસમ કિચન વેરના યશરાજ રાઠોડ તેમજ કોષાધ્યાક્ષ તરીકે રીયલ કાસ્ટના જીગ્નેશ પટેલ નિમાયા છે.
પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારો ઉપરાંત નિયામકોની પણ વરણી કરાઈ છે. જેમાં અભિનય કપુર, આશીષ સરધારા, ભરત ગઢીયા, કિશોર નસીત, મહેશ વાછાણી, મયુર શાહ, મહેશ સોરઠીયા, નરેન્દ્ર પાંચાણી, સુરેશ હિરપરા, વિનોદ આસોદરીયા નિમાયા છે. નવનિયુકત હોદેદારો પહેલી એપ્રિલથી પોતાનો કારોબાર સંભાળશે. સવર્નિુમતે આજરોજ પ્રમુખ સહિતના હોદેદારોની નિમણુંક કરવામાં આવે છે. જેને તમામે આવકારી છે.

print

Comments

comments

VOTING POLL