રાજકોટ એસ.ટી. ડિવિઝનને પાંચ દી’માં 2 કરોડની આવકઃ આજથી રિટર્ન ટ્રાફિક

September 6, 2018 at 10:59 am


રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકમેળાઆેમાં એકંદરે ગત વર્ષ કરતા આેછી ભીડ જોવા મળી અને તેનું કારણ મંદી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, સલામત સવારી મનાતી એસટી બસની સવારીમાં તો જોરદાર ટ્રાફિક જોવા મળ્યો હતો. રાજકોટ એસટી ડિવિઝનને તા.1 થી 5 સપ્ટેમ્બર સુધીમાં રૂા.2 કરોડની આવક થયાનું જાણવા મળે છે.
વધુમાં વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, તા.1ના રોજ 43 લાખ, તા.2ના રોજ 43.29 લાખ, તા.3ના રોજ 37.51 લાખ, તા.4ના રોજ 48.83 લાખ અને ગઈકાલે તા.5ના રોજ રૂા.40 લાખથી વધુની આવક થઈ હતી. આમ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ એસટી ડિવિઝનના રાજકોટ, ગાેંડલ, મોરબી, ધ્રાંગધ્રા, લીબડી, ચોટીલા, જસદણ અને વાંકાનેર તેમજ સુરેન્દ્રનગર ડેપો સહિત તમામ 9 ડેપોની મળી એકસ્ટ્રા બસ સવિર્સ તેમજ રોજીંદી આવક સહિત કુલ રૂા.2 કરોડની આવક થઈ હતી.

print

Comments

comments

VOTING POLL