રાજકોટ એસ.ટી.ડિવિઝનમાં દિવાળીની આવક માટે અપાયા ડેપોવાઈઝ ટાર્ગેટ

October 12, 2017 at 12:38 pm


રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશ જેઠવા દ્વારા દિવાળીના તહેવારો નિમિતે એકસ્ટ્રા બસ દોડાવી તંત્રને એકસ્ટ્રા આવક કમાવી આપવા ડેપોવાઝ આવકના ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે.

વધુમાં વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડેપોને 15 લાખ, ગોંડલ ડેપોને 8 લાખ, મોરબી ડેપોને પાંચ લાખ, વાંકાનેર ડેપોને 4 લાખ, સુરેન્દ્રનગર ડેપોને 3 લાખ, લીંબડી ડેપોને 2 લાખ, જસદણ ડેપોને 3 લાખ, ચોટીલા અને ધ્રાંગધ્રા ડેપોને ા.1-1 લાખની આવકનો ટાર્ગેટ અપાયો છે. આ મુજબ દિવાળીથી લાભપાંચમ સુધીના 6 દિવસોમાં ડિવિઝન લેવલે એકસ્ટ્રા બસની કુલ 30 લાખની આવકનો ટાર્ગેટ અપાયો છે.

print

Comments

comments

VOTING POLL