રાજકોટ એસ.ટી. તંત્રને 4 નવી બસની ફાળવણી

June 13, 2018 at 3:55 pm


ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ માટે કમાઉ દીકરા સમાન રાજકોટ એસટી ડીવીઝનને નવા નાણાંકીય વર્ષ 2018-19ના પ્રારંભે 40 નવી બસની જરૂરીયાત સામે ફકત 4 નવી બસની ફાળવણી કરવામાં કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વધુમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ડિવીઝનોની સરખામણીએ સૌરાષ્ટ્રના રાજકોટ ડીવીઝનને જરૂરીયાત કરતા આેછી બસની ફાળવણી કરાઈ છે. રાજકોટ ડીવીઝનના 9 ડેપો વચ્ચે 4 બસ અપાઈ છે !

ગુજરાતમાં રૂપાણી સરકાર સત્તારૂઢ થયા બાદ રાજકોટ માટે દરેક બાબતમાં ‘મોસાળે જમણ અને મા પીરસનાર’ જેવી સાનુકુળ સ્થિતિ છે પરંતુ એ બાબત પણ હકિકત છે કે, ‘માગ્યા વિના મા પણ ન પીરસે’ કહેવાનો મતલબ કે, સરકાર અને નિગમ નવી બસો આપવા ઈચ્છુક છે પરંતુ રાજકોટ એસટી ડીવીઝન દ્વારા સ્થાનિક સ્તરેથી માગણી મુકવામાં આવતી ન હોય રાજકોટને આેછી નવી બસ મળી રહ્યાની ચર્ચા છે.

print

Comments

comments

VOTING POLL