રાજકોટ ચેમ્બરના પ્રમુખપદે અદાણી, વૈષ્ણવ કે બારસિયા ?: કાલે ફેંસલો

April 21, 2017 at 3:05 pm


રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ એકંદરે ચૂંટણી યોજાઈ નથી અને સમરસ કારોબારી સમિતિ જાહેર કરી દેવામાં આવી છે. કારોબારી સમિતિ સમરસ થયા બાદ પ્રમુખપદે કોણ આવશે ? તે બાબત ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.

ચેમ્બરની ચૂંટણીમાં બન્ને પેનલો વચ્ચે નક્કી થયેલી સમાધાનની ફોર્મ્યુલા વેળાએ પ્રમુખપદે જૈન શ્રેષ્ઠી જીતેન્દ્રભાઈ અદાણીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ પાછળથી સમીકરણો બદલાઈ જતાં પાટીદાર સમાજના બે દાવેદારોએ પણ પ્રમુખપદ માટે દાવેદારી કરી છે જેમાં પટેલ વી.પી.વૈષ્ણવ અને પટેલ શિવલાલ બારસીયાનો સમાવેશ થાય છે. હવે આવતીકાલે સવારે 10 કલાકે મળનારી કારોબારી સમિતિની બેઠકમાં પ્રમુખ સહિતના નવા હોદ્દેદારો જાહેર થનાર છે.

રાજકોટ શહેરની 60 વર્ષ જૂની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સની કરણસિંહજી રોડ પર સેન્ટર પોઈન્ટ કોમ્પલેક્સમાં આવેલા ચેમ્બરના કાયર્લિયમાં મોરઝરીયા કોન્ફરન્સ હોલ ખાતે આવતીકાલે સવારે 10-30 કલાકે ચૂંટણી સમિતિની ઉપસ્થિતિમાં મળનારી કારોબારી સભ્યોની બેઠકમાં પ્રમુખ સહિતના નવા હોદ્દેદારો નક્કી કરવા માટેનો નિર્ણય લેવાશે. જો સવર્નિુમત્તે નિમણૂક કરવાનું શક્ય નહીં બને તો દરખાસ્ત પર મતદાન કરાશે અને દાવેદારોને મળેલા મત મુજબ પ્રમુખ નક્કી થશે.
દરમિયાન ચેમ્બરના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, જૈન શ્રેષ્ઠી ઉપેનભાઈ મોદીએ પ્રમુખપદ માટેની તેમની દાવેદારી જીતુભાઈ અદાણીના ટેકામાં પરત ખેંચી લીધી છે અને બંધુત્વની ભાવના દાખવી છે. જો જીતુભાઈ અદાણીને પ્રમુખ બનાવવામાં આવતાં હોય તો તેઓની કોઈ દાવેદારી નથી.
બીજી બાજુ જૈન શ્રેષ્ઠી જીતેન્દ્રભાઈ અદાણીએ પણ અગાઉ નક્કી થયા મુજબ જો પ્રમુખપદે તેમની સવર્નિુમત્તે નિમણૂક કરવામાં આવનાર હોય તો જ તેઓ પ્રમુખ બનવા સહમત થશે તેમ જણાવ્યું છે. જો કારોબારી સમિતિમાં મતદાનથી પ્રમુખ નક્કી કરવાના હોય તો પ્રમુખ બનવા તેમની અનિચ્છા છે તેમ જણાવ્યું છે.
જ્યારે પાટીદાર સમાજમાંથી વી.પી.વૈષ્ણવ અને શિવલાલ બારસીયાની દાવેદારી છે અને બન્નેની દાવેદારી પ્રબળ હોય જો સમાજ લેવલે બન્ને વચ્ચે સમાધાન થઈ જાય તો વાત અલગ છે અન્યથા આ બન્ને પાટીદાર ઉમેદવારોની દાવેદારીને કારણે મતદાનથી પ્રમુખ નક્કી થાય તેવું બની શકે છે.

print

Comments

comments

VOTING POLL