રાજકોટ જિલ્લામાં 7 સ્થળે દરોડામાં 45 જુગારી ઝડપાયાંઃ બે લાખની રોકડ સહિત 7.76 લાખનો મુદ્દામાલ કબજે

August 25, 2018 at 11:43 am


રાજકોટ જિલ્લામાં ચાલી રહેલી જુગારની સ્પેશીયલ ડ્રાઇવ અંતર્ગત પોલીસે ગઇકાલે રાત્રીના વધુ 7 સ્થળોએ દરોડા પાડી 45 જુગારીઆેને ઝડપી લેવા સાથે બે લાખની રોકડ સહીત કુલ રૂા.7.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં શાપરમાં આવેલા રાજકોટના એક પટેલ કારખાનેદારના કારખાનામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 8 શખસોને જુગાર રમતા ઝડપી લીધા હતાં.

શાપર પોલીસે ગઇકાલે સાંજે શાપરમાં આવેલા રાજકોટના પટેલ કારખાનેદાર ગોપાલ મગન અમૃતિયાના ગણેશ નામના કારખાનામાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમી રહેલા ગોપાલ અમૃતિયા ઉપરાંત અજીત પ્રવિણ ફળદુ, જીતેન કાંતીલાલ ખાનપરા, ભરત રવજી ઠુંમર, અશ્વિન નાનજી હોથી, ગૌતમ રતી કુંડાલીયા, પંકજ જયંતી ભીમાણી તથા રમેશ નાનજી મારવાણીયાને ઝડપી લઇ પોલીસે 61,300ની રોકડ તથા પાંચ વાહનો મળી કુલ રૂા.6,11,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જેતપુર શહેરમાં બે સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં પ્રથમ દરોડો નવાગઢના પટેલ ચોકમાં પાડવામાં આવ્યો હતો. અહી જાહેરમાં જુગાર રમી રહેલા અશોક શામજી સોરઠીયા, લલીત માધા લીબાસીયા, વિનેદ ચુનીલાલ રાદડીયા, રમેશ ગોરધન પાદરીયા અને નિમેષ ધીરજલાલ ભુવાને પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી રૂા.24,200ની રોકડ કબજે કરી હતી. જયારે બીજો દરોડો અમરનગર રોડ પર આલ્ફા સ્કૂલ પાસે પાડવામાં આવ્યો હતો. અહી જાહેરમાં જુગાર રમી રહેલા હિરેન કિશોર ગજેરા, જયેશ કાળુ માથુકિયા, રોહીત કિશોર ગજેરા, જમન મેઘજી બાબરીયા તથા હિતેષ વંભ ગાેંડલીયાને પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી રૂા.24,850ની રોકડ કબજે કરી હતી. આ ઉપરાંત જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામની સીમમાં જુગાર રમી રહેલા તેજા લખમણ બુટાણી, ચુની વંભ પટેલ અને બાબુ ભીખા વેકરીયાને પોલીસે રૂા.10,250ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જયારે તાલુકાના

મોટા ગુંદાળા ગામે પરસોતમ પ્રેમજી કોયાણી નામના પટેલ શખસના મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા પરસોતમ ઉપરાંત નટુ રૈયા અમીપરા, પરેશ ચીમન પોલરા, નરેશ વંભ પોલરા, દિવ્યેશ હસમુખ ગજેરા, વિપુલ કનુ પટેલ, અનિલ બાવનજી પટેલ, મહેશ આણંદ શિંગાળા અને રામજી પ્રેમજી કોયાણીને ઝડપી લઇ એમની પાસેથી રૂા.59,950ની રોકડ તથા 8 મોબાઇલ મળી રૂા.79,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બંને સમગ્ર કામગીરીમાં પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા તથા એ. એસ. આઇ. મજનુભાઇ મનાત, હેડ કોન્સ ભુરાભાઇ માલીવાડ, હેડ કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા, પો. કોન્સ. નીલેશભાઇ ડાંગર, પો. કોન્સ. દિનેશભાઈ ખાટરિયા, પો.કોન્સ. જનકભાઇ મકવાણા વિગેરે સ્ટાફના જોડાયા હતા.

આ ઉપરાંત ભાયાવદર પોલીસે ભાયાવદર-પાવરીયા ધાર પાસે રોડ પર જુગાર રમી રહેલા બાવનજી મગન વાઘેલા, કારા વિનુ મકવાણા, જયસુખ વશરામ સોલંકી, રાજેશ મગન વાઘેલા, વંભ બાબુ વાઘેલા, હરસુખ મગન વાઘેલા તથા સુરેશ વશરામ સોલંકીને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.10,210ની રોકડ કબજે કરી હતી. જયારે ઉપલેટા તાલુકાના ચરેલીયા ગામે ભાયાવદર પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જયદિપસિંહ હરભમસિંહ વાળા, મહેન્દ્રસિંહ દેવુભા વાળા, ભાવીન પોલા બગડા, કૈલાશ ચંદુ બગડા, ગોપાલ જયંતી બગડા, નરેશ રામજી બગડા, લખધીરસિંહ જયેન્દ્રસિંહ વાળા તથા યોગીરાજસિંહ સવજુભા વાળાને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.12,060ની રોકડ કબજે કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં તા.26મી સુધી ચાલનારી જુગારની સ્પે.ડ્રાઇવ અંતર્ગત છેલ્લા આઠ દિવસમાં 50થી વધુ સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 300થી વધુ જુગારીઆેને ઝડપી લીધા છે.

print

Comments

comments

VOTING POLL