રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ ભાણવડના ઈજનેરને સોંપાયો

January 11, 2017 at 3:30 pm


રાજકોટ જિલ્લા પંચાયતમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર આર.કે.દેલવાડીયાની બદલી થતાં ખાલી પડેલી આ જગ્યાનો ચાર્જ ભાણવડના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર આર.જી.પટેલને સોંપવાનો નિર્ણય રાય સરકારના માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ રમેશ પટેલે લીધો છે. આ અંગેની જાણ કરતો પરિપત્ર રાજકોટ જિલ્લા પંચાયતને પણ મોકલવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેલવાડીયાનો ચાર્જ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતના ડીડીઓ જી.ટી.પંડયાએ વડોદરાના કાર્યપાલક ઈજનેરને સોંપ્યો હતો અને તે સામે જસદણના ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલે વિરોધ કરી છેક ગાંધીનગર સુધી રજૂઆત કરતા આખરે સ્થાનિક ઈજનેરને ચાર્જ સોંપાયો હતો. થોડા દિવસમાં ફરી આ ચાર્જ ભાણવડના ઈજનેરને સોંપી દેવાતા હવે રાજકોટ જિલ્લાના અરજદારો, કોન્ટ્રાકટરો સહિતનાઓને પોતાના કામ માટે ભાણવડના આંટાફેરા કરવા પડશે. જો કે ભાણવડના આ અધિકારી રાજકોટમાં સાહના અમુક દિવસો હાજર રહે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે.
ખાલી પડેલી જગ્યાના ચાર્જ સોંપવાના અન્ય ચાર કિસ્સાઓ છે જેમાં અમદાવાદ, પોરબંદર, પાલનપુર અને દાહોદ જિલ્લામાં ખાલી પડેલી જગ્યાનો ચાર્જ જે તે જિલ્લાના જ ઈજનેરને સોંપવામાં આવ્યો છે એક માત્ર રાજકોટ જિલ્લાના ઈજનેરનો ચાર્જ અન્ય જિલ્લાના ઈજનેરને સોંપવામાં આવ્યો છે

print

Comments

comments

VOTING POLL