રાજકોટ ડેરી ચેરમેનની હ્ત્યાનો પ્રયાસ કરનાર સહિત બે શખસો જૂનાગઢમાં તમંચા સાથે ઝડપાયા

October 7, 2017 at 1:40 pm


તાજેતરમાં રાજકોટ ડેરી ચેરમેનની કારને ઉડાવવાની કોશિષ કરી હત્યાનો પ્રયાસ કરનાર નામચીન ઈસમ સહિત તેના ભાઈને જૂનાગઢ ખાતે ક્રાઈમ બ્રાંચે તમંચા અને કાર્ટીસ સાથે પકડી પાડયા હતા.

પોલીસ સુત્રોએ જણાવ્યું કે, રાજકોટના ડેરી ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાની હ્ત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ગોવિંદ ભગા રબારી અને તેનો ભાઈ વિરમ ગઈકાલે સાંજે જૂનાગઢમાં ખલીલપુર ચોકડી પાસે હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એમ.કે.મકવાણા, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ, મેણશીભાઈ, શબ્બીરખાન વગેરે સ્ટાફે તપાસ કરતા ગોવિંદ અને વિરમને બાઈક સાથે પકડી લેવામાં આવ્યા હતા. બાઈકના હેન્ડલમાં લટકતી થેલી તપાસતા તેમાંથી એક તમંચો અને બે જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. તે બાબતે પુછપરછ કરતા આ તમંચો 2008માં ગુજરી ગયેલા તેના પિતા ભગા અમરાભાઈનો હોવાનું રટણ કર્યું હતું. વધુ તપાસ માટે પોલીસે તેની વિધ્ધ હથીયાર ધારા ભંગનો ગુનો નોંધી તપાસ આગળ વધારી છે. ઉલ્લેખનીય છે કે, ગોવિંદ ભગાએ એકાદ માસ પહેલા રાજકોટમાં દુધની ડેરી રોડ પર ડેરી ચેરમેનની કારને ટેન્કર હડફેટે ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત નવાગામ આણંદપરના આ શખસોએ ગત તા.28/9ના રોજ ડેરીમાં ચાલતા રાજકોટના વલ્લભ સવશીભાઈના ચાલતા મેટાડોરને જૂનાગઢ પાસે પેટ્રોલ છાંટી સળગાવીને ડ્રાઈવરને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો તે ગુનામાં બન્ને શખસો ભાગેડુ હતા. અગાઉ પણ બે વર્ષ પહેલા રાજકોટ ડેરીમાં ટેન્ડર બાબતે સિકયુરીટી ગાર્ડને ધમકી આપી તોડફોડ કરી હતી. દોઢ વર્ષ પહેલા ડેરીના ચેરમેનના પીએ રમેશ સાંગાણીને પણ ધમકી આપી હતી.

print

Comments

comments

VOTING POLL