રાજકોટ–નાથદ્રારા એસ.ટી.બસનો સાંજથી પ્રારંભ: ટિકિટ રૂા.૪૧૦

February 15, 2017 at 11:08 am


રાજકોટવાસીઓ દ્રારા છેલ્લા ઘણા વર્ષેાથી રાજકોટ–નાથદ્રારા રૂટ ઉપર એસટી બસ સેવા શરૂ કરવામાં આવી રહી હતી પરંતુ કોઈને કોઈ કારણોસર તે શકય બન્યુ ન હતું. દરમિયાન તાજેતરમાં ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડાયરેકટર તરીકે રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ચાર્જ સંભાળ્યા બાદ રાજકોટવાસીઓની આ માંગણી સંતોષાઈ ગઈ છે. રાજકોટ–નાથદ્રારા રૂટની તમામ મંજુરીઓની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે રૂા.૪૫ લાખની કિંમતની નવીનકકોર સ્લીપર કોચ બસ પણ રાજકોટ આવી પહોંચી છે અને આજે સાંજે ૫–૩૦ કલાકથી રાજકોટ–નાથદ્રારા રૂટની બસને વિભાગીય નિયામક દિનેશ જેઠવા દ્રારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. આ સ્લીપર કોચમાં રાજકોટથી નાથદ્રારાની ટિકિટ રૂા.૪૧૦ રાખવામાં આવી છે અને સ્લીપીંગ ટીકીટના દર રૂા.૪૯૦ રાખવામાં આવ્યા છે.
વિશેષમાં આ અંગે રાજકોટના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ–નાથદ્રારા રૂટનો આજે સાંજે ૫–૩૦ વાગ્યાથી પ્રારભં થશે. તેમને ઉમેયુ હતું કે આ બસ ચોટીલા હાઈવે, લીંબડી હાઈવે અને અમદાવાદના વાડજ ખાતેના નવા બસ સ્ટેશન ખાતે થઈ ત્યાંથી નાથદ્રારા પહોંચાડશે. રાજકોટથી સાંજે ૫–૩૦ કલાકે ઉપડતી સ્લીપર કોચ મુસાફરોને મંગલા આરતી પૂર્વે સવારે ૩–૪૫ કલાકે નાથદ્રારા પહોંચાડી દેશે. આ બસમાં ટિકિટનો દર રૂા.૪૧૦ રાખવામાં આવ્યો છે અને સ્લીપર ટિકિટનો દર ૮૦ રૂપિયા વધુ એટલે કે રૂા.૪૯૦ રાખવામાં આવ્યો છે. અલબત ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓની બસ કરતા અડધી ટીકીટમાં એસટી તત્રં મુસાફરોને નાથદ્રારા પહોંચાડશે. હાલ રાજકોટથી નાથદ્રારા જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં રૂા.૮૦૦થી ૧૦૦૦ના ટિકિટ દર છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટ શહેરના વર્ષેા જુના પ્રશ્નો ઉકેલાઈ રહ્યા છે અને માંગણીઓ સંતોષાઈ રહી છે તે પૈકી રાજકોટ–નાથદ્રારા રૂટની બસ શરૂ થતાં રાજકોટને વધુ એક નવી સુવિધાની ભેટ મળી છે. રાજકોટમાં બે વર્ષ સુધી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા આઈએએસ ઓફિસર વિજય નેહરાને એસટી નિગમના એમડી તરીકે નિયુકત કરાતાં તેઓ પણ રાજકોટના પ્રશ્નો અને માંગણીઓને સારી રીતે સમજી શકે તેમ છે આથી રાજકોટ માટે હાલ ‘મોસાળે જમણ અને મા પિરસનાર’ કહેવતને સાર્થક કરતી સાનુકુળ સ્થિતી સર્જાઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમ માટે રાજકોટ ડિવિઝન કમાઉ દીકરા સમાન છે અને સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં રાજકોટ ડિવિઝન સૌથી વધુ આવક કમાઈ આવતું ડિવિઝન છે.

print

Comments

comments

VOTING POLL