રાજકોટ પર તોળાતું જળસંકટ: નર્મદા નીર ન મળે તો પાણીકાપ

February 6, 2018 at 3:06 pm


સ્માર્ટ સિટી રાજકોટ પર જળ સંકટ તોળાઈ રહ્યું છે. નર્મદા ડેમનું તળિયું દેખાઈ જતાં હવે નર્મદા નીર આધારિત પાણી વિતરણ વ્યવસ્થા ધરાવતા રાજકોટને ઉનાળો આજી, ન્યારી, ભાદર ભરોસે પાર કરવો પડે તેવી સ્થિતિનું નિમર્ણિ થયું છે. આજી-1 ડેમ સૌની યોજના હેઠળ સમાવિષ્ટ છે પરંતુ જો હાલ ફેબ્રુઆરી-માર્ચમાં આજી ડેમ સૌની યોજના હેઠળ નર્મદા નીરથી ફરી ભરવામાં નહીં આવે તો તા.31 માર્ચ સુધીમાં આજી ડેમ ખાલી થઈ જશે. તા.31 માર્ચ પછી એક પણ દિવસ નર્મદા નીર નહીં મળે કે ઓછુ મળશે તો રાજકોટમાં પાણીકાપ નિશ્ર્ચિત છે.
મહાપાલિકાના ઈજનેર સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયમાનુસાર તંત્ર દ્વારા નવેમ્બર-2017માં જ સમગ્ર વર્ષની પાણી વિતરણ વ્યવસ્થાનો વિસ્તૃત અહેવાલ રાજકોટથી રાજ્ય સરકારમાં મોકલી દેવાયો હતો પરંતુ આ આયોજન નર્મદા નીર આધારિત હતું. જો હવે નર્મદા નીર ન મળે કે ઓછુ મળે તેવા સંજોગોમાં નવેસરથી પાણી વિતરણનું આયોજન ઘડવું પડે તેમ છે. આ ઉપરાંત તાજેતરમાં સરકાર સ્તરેથી પણ ક્ધટીજન્સી પ્લાન મંગાવવામાં આવ્યો હોવાનું ઈજનેરી વર્તુળોએ જણાવ્યું હતું.

મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં જે રીતે સૌની યોજનાથી આજી-1 ડેમ ભરાયો તે રીતે હવે માર્ચ મહિનામાં ઉનાળાના આરંભે સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠાલવીને આજી-1 ડેમ ભરી દેવામાં આવે તો વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે પરંતુ નર્મદા ડેમ ડુકી ગયો હોય હવે સૌની યોજના હેઠળ આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવાય તેવી શકયતા ખુબ ઓછી જણાઈ રહી છે. નર્મદા ડેમમાં જ પાણી નથી તો આજી-1 ડેમમાં નર્મદા નીર ઠાલવવું કયાંથી? તેવી સ્થિતિ સર્જાઈ છે.
આજી-1 ડેમમાં સૌની યોજના સાકાર થઈ ન હતી ત્યારે હડાળા હેડ વર્કસ ખાતેથી નર્મદા નીર અપાતુ હતું જેમાં આજી ખાતે 120 એમએલડી, રૈયાધાર ખાતે 70 એમએલડી, ખંભાળા ખાતે 40 એમએલડી અને બેડી ખાતે 50 એમએલડી સહિત કુલ 280 એમએલડી નર્મદાનીર અપાતું હતું. આ મુજબ અપાતા નર્મદા નીરમાંથી જુલાઈ-2017 સુધી પાણી વિતરણ કરાતું હતું. જો કે, સૌની યોજના હેઠળ આજી ડેમ ભરી દેવાયા બાદ તેમજ ચોમાસામાં સ્થાનિક જળાશયો ઓવરફલો થયા બાદ હાલ ફકત દૈનિક 100 એમએલડી નર્મદા નીર મેળવવામાં આવી રહ્યું છે.
રાજકોટ મહાપાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષમાં પાણીની નવી પાઈપલાઈનો, સ્ટોરેજ માટે નવા ટાંકા, ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશનોના નિમર્ણિ, વોટર એકસપ્રેસ ફીડર લાઈન, ન્યારી-1ની ઉંચાઈ વધારવાનો પ્રોજેકટ સૌની યોજના સહિતની પાણી વિતરણ યોજનાઓ પાછળ કરોડો પિયાનો ખર્ચ કરાયો છે પરંતુ આજે પણ સ્માર્ટ સિટી રાજકોટની સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા નીર આધારિત જ છે અને વારંવાર સરકાર પાસે પાણી માગવા જવુ પડે છે તે વાસ્તવિકતા છે.

રાજકોટ મહાપાલિકાના ઈજનેર સૂત્રોના જણાવ્યા મુજબ હાલ શહેરની પાણીની દૈનિક જરિયાત 320 એમએલડી છે જેમાં 105 એમએલડી નર્મદાનીર મળે છે તે ઉપરાંત આજી-1માં 115 એમએલડી, ભાદર-1માંથી 45 એમએલડી, ન્યારી-1માંથી 55 એમએલડી પાણી મળે છે. જો ઉનાળામાં તા.31 માર્ચ સુધીમાં આજી ડેમ ડુકી જશે ત્યારબાદ બમણા નર્મદા નીરની જરિયાત ઉપસ્થિત થશે! નર્મદા નીર પુરતુ ન મળે તો પાણીકાપ મુકવા ફરજ પડશે! હાલમાં પાણી વિતરણનું નવું વૈકલ્પિક આયોજન તૈયાર કરી સરકારમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.

રાજકોટ શહેરમાં કુલ ૩,૦૦,૦૦૦ નળ જોડાણો
સ્માર્ટ સિટી રાજકોટમાં તાજેતરમાં થયેલી મિલકત ગણતરી અનુસાર શહેરમાં કુલ ૪,૪૮,૯૨૦ મિલકતો છે. દરમિયાન વોટર વર્કસ મેનેજમેન્ટ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં કુલ ૩,૦૦,૦૦૦ નળ જોડાણો છે જેમાં અડધા ઈંચ, એક ઈંચ તેમજ ૨૪ કલાકના નળ કનેકશનનો સમાવેશ થાય છે

પાણીવેરામાં સુચવાયેલો બમણો વધારો: ઉનાળામાં દરરોજ પાણી મળશેને ?
રાજકોટ મહાપાલિકાના વર્ષ ૨૦૧૮–૧૯ના અંદાજપત્રમાં પાણી વેરામાં બમણો વેરા વધારો સુચવાયો છે. હાલ અડધા ઈંચના રહેણાંક નળ જોડાણ માટેનો વાર્ષિક પાણી વેરો રૂા.૮૪૦ છે જે વધારીને રૂા.૧૬૮૦ કરવા સુચવાયું છે. દરમિયાન હાલ શહેરીજનોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે પાણી વધારો સુચવ્યા બાદ ઉનાળામાં દરરોજ પુરી ૨૦ મિનિટ પુરતા ફોર્સથી પીવાલાયક પાણી તો અપાશેને

print

Comments

comments

VOTING POLL