રાજકોટ, પોરબંદર, નલિયા સહિત અનેક સ્થળે ઝાકળ

February 2, 2018 at 12:20 pm


રાજકોટ અને નલિયા સહિત રાયના અનેક વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જતાં ઝાકળ છવાઈ હતી. સવારે વાહનોમાં ભીનાશ જોવા મળી હતી અને રસ્તાઓ પણ ભીના થઈ ગયા હતા. રાજકોટમાં આજે સવારે ભેજનું પ્રમાણ ૯૮ ટકા, પોરબંદરમાં ૯૬, નલિયામાં ૯૩ ટકા નોંધાયું છે. ભેજના કારણે મોડીસાંજથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાઈ છે પરંતુ આખો દિવસ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૧.૮, ભાવનગરમાં ૩૨.૨, પોરબંદરમાં ૩૧, વેરાવળમાં ૩૨.૫, ભુજમાં ૩૧.૧, નલિયામાં ૩૦, સુરેન્દ્રનગરમાં ૩૪.૩, કંડલામાં ૩૧.૮, ઈડરમાં ૩૫, અમરેલીમાં ૩૪.૬, મહુવામાં ૩૪.૪ ડિગ્રી નોંધાયું છે.

આજે સવારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૫.૮, ભાવનગરમાં ૧૬.૬, પોરબંદરમાં ૧૮.૨, વેરાવળમાં ૧૮.૧, દ્રારકામાં ૧૯.૯, ઓખામાં ૨૧.૨, ભુજમાં ૧૪.૮, નલિયામાં ૧૨.૫, સુરેન્દ્રનગરમાં ૧૭, કંડલામાં ૧૭.૬, અમરેલીમાં ૧૬.૮, મહુવામાં ૧૪.૩ ડિગ્રી નોંધાયું છે

print

Comments

comments

VOTING POLL