રાજકોટ માર્કેટ યાર્ડના સબસિડી પ્રકરણ મામલે પદાધિકારીઆેના દિલ્હીમાં ધામા

January 12, 2019 at 3:30 pm


રાજકોટના બેડી માર્કેટ યાર્ડને આપેલી રૂા.25 કરોડની સબસીડી પરત આપવા કરાયેલા હુકમ સામે એક તરફ કાનૂની લડત ચાલી રહી છે. બીજી બાજુ તાજેતરમાં આ મામલે યાર્ડના પદાધિકારીઆેએ નવીદિલ્હી ખાતે પહાેંચી કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાને રજૂઆત કર્યાની જાણવા મળે છે. વધુમાં માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ચેરમેન ડી.કે.સખીયા, વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, ડાયરેક્ટર પરસોત્તમ સાવલીયા અને સેક્રેટરી તેજાણીએ નવીદિલ્હી ખાતે રૂબરૂ જઈ હવે આ પ્રકરણનો તાકિદે નિવેડો લાવવા માગણી કરી હતી. રાજ્ય સરકારની ભૂલના કારણે યાર્ડ મુશ્કેલીમાં મુકાઈ ગયાનું જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL