રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળી સવા રૂપિયે કિલો

February 17, 2017 at 5:57 pm


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં આ વર્ષે ડુંગળીનું બમ્પર ઉત્પાદન થતાં ‘ગરીબોની કસ્તુરી’નું વાવેતર કરનારા ખેડૂતોની હાલત ‘ગરીબ’ થઈ ગઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં સારામાં સારી કવોલીટીની ડુંગળી સવા રૂપિયે કિલોના ભાવથી વેચાઈ રહી છે ! પડતર ભાવ પણ ઉપજતો ન હોય હવે ખેડૂતો માલનો નાશ કરવા લાગ્યા છે. યાર્ડ સુધી માલ વાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ હોય ખેડૂતો હવે ડુંગળી વેચવા આવતા ઓછા થઈ ગયા છે.
વિશેષમાં માર્કેટયાર્ડના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સતત છેલ્લા એક મહિનાથી ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં હાલ ડુંગળી રૂા.૩૦થી ૧૦૦ના મણના ભાવથી વેચાઈ રહી છે. સારામાં સારી કવોલીટી હોય તો મણના રૂા.૧૦૦ એટલે કે કિલોના રૂા.૫ ઉપજે છે અન્યથા જરા પણ મધ્યમ કે નબળી ગુણવત્તાની ડુંગળી હોય તો તેનો ભાવ કિલોનો રૂા.૧થી સવારૂપિયો જેવો ભાવ મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી રાજકોટ યાર્ડ સુધી માલ વેચવા આવવાનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડી રહ્યો છે. એક તો અગાઉથી જ પડતર ભાવ પણ ઉપજતાં ન હોય છતાં ખેડૂતો ખોટખાઈને પણ માલ વેચવા આવતા હોય છે પરંતુ તો હાલમાં તો એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે કે રાજકોટ સુધી માલ લાવવાનો ખર્ચ પણ ડુંગળીના વેચાણમાંથી ઉપજતો નથી! રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર્રના અન્ય માર્કેટયાર્ડેામાં પણ આવી જ હાલત જોવા મળી રહી છે.
એક સમય હતો કે ડુંગળીના ઉંચા ભાવ લોકોને રડાવી દેતાં હતાં અને ભોજનમાં નિયમીત ડુંગળી ખાવાની ટેવ ધરાવતા શોખીનોને ડુંગળી ખરીદવી પોષાય નહીં તેટલા ઉંચા ભાવ થઈ ગયા હતાં. અનેક હોટલ અને રેસ્ટરોન્ટમાં ઉંચા ભાવના કારણે ડુંગળીનું સલાડ પિરસવાનું બધં કરી દેવાયું હતું. યારે આ વર્ષે એટલું બમ્પર ઉત્પાદન થયું છે કે હવે ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે પરંતુ રાજકોટની રીટેલ શાકમાર્કેટમાં તેમજ સોસાયટીઓમાં શાકભાજી વેચતા ફેરીયાઓ હજુ પણ લોકો પાસેથી ડુંગળીનો કિલોનો ભાવ રૂા.૫થી ૧૦ વસુલી રહ્યા છે

print

Comments

comments

VOTING POLL