રાજકોટ માર્કેટ યાર્ડમાં તા.26મીએ જનરલ બોર્ડ

May 19, 2017 at 5:46 pm


રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ ખાતે આગામી તા.26-5-2017ના રોજ સવારે 11 કલાકે ચેરમેન ડી.કે.સખીયાના અધ્યક્ષસ્થાને અને વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા તેમજ ડાયરેક્ટર નીતિનભાઈ ઢાંકેચા, પરસોત્તમભાઈ સાવલિયા સહિતના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં જનરલ બોર્ડની બેઠક મળનાર હોવાનું જાણવા મળે છે. ગત સાંજે આ બેઠકનો એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.
વિશેષમાં માર્કેટ યાર્ડના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, એજન્ડામાં સાતથી આઠ દરખાસ્તો મુકવામાં આવી છે તે અંગે ચચર્િ વિચારણા કરી નિર્ણય લેવાશે. મુખ્યત્વે વહીવટી બાબતો અને કર્મચારીલક્ષી દરખાસ્તો છે. ખેડૂતો કે વેપારીઓને લગતી કોઈ દરખાસ્તો નથી. આ ઉપરાંત સબસીડી મામલે ચાલતાં કાનૂની જંગ અંગે પણ ચચર્-િવિચારણા થશે તેમજ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રાઉન્ડ બનાવવા માટે ફાળવવામાં આવેલી ા.50 લાખની સબસીડી બહાલ કરવા સહિતના મુદ્દાઓ અંગે પરામર્શ કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL