રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળી ખરીદવા વધુ ત્રણ કેન્દ્રો શરૂ થશે

November 14, 2017 at 5:21 pm


રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂા.૯૦૦ના ટેકાના ભાવથી મગફળી ખરીદવા વધુ ત્રણ કેન્દ્રો શરૂ કરાશે. બેડી યાર્ડમાં રહેલા ખરીદી કેન્દ્રનું જુના યાર્ડમાં સ્થળાંતર કરાયું છે અને દરરોજ ૨૦ હજાર ગુણી મગફળીની ખરીદી કરાઈ રહ્યાનું જાણવા મળે છે. આ ઉપરાંત પુરપાટ ઝડપે નવા રજિસ્ટ્રેશન પણ ચાલી રહ્યા છે.
વધુમાં માર્કેટ યાર્ડના વર્તુળોએ જણાવ્યું હતું કે, જુના યાર્ડના એક કેન્દ્રમાં જિલ્લા સઘં દ્રારા અને બીજા કેન્દ્રમાં તરઘડી મંડળી દ્રારા ખરીદી કરવામાં આવી રહી છે આ ઉપરાંત પડધરી કેન્દ્ર દ્રારા પણ ખરીદી ચાલુ છે. આગામી દિવસોમાં વધુ ત્રણ નવા કેન્દ્રો શરૂ થશે. જો કે, ખેડૂતોને પેમેન્ટના ચેક મોડા મળતા હોવાની પણ વ્યાપક રાવ ઉઠી રહી છે

print

Comments

comments

VOTING POLL