રાજકોટ માર્કેટ યાર્ડમાં 50,000 કિલો લીલાછમ મરચાની આવક

September 14, 2018 at 3:37 pm


રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત શાકભાજી વિભાગમાં આજે મરચા અને મરચીમાં છેલ્લા એક દાયકાની રેકોર્ડબ્રેક 50 હજાર કિલોની આવક થતાં મરચાના ભાવ ઘટીને કિલોના રૂા.3થી 5 થઈ ગયા હતા. મબલખ ઉત્પાદન થતાં સ્થાનિક લેવાલીને પાર પાડીને હવે રાજકોટથી રાજસ્થાનમાં નિકાસ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં એકંદરે ચોમાસું નબળું રહેતાં તેમજ છેલ્લા એકાદ મહિનાથી વરસાદ બિલકુલ ન હોય તેના લીધે ગ્રામ્ય વિસ્તારોમાંથી શાકભાજીની પુષ્કળ આવકો થવા લાગી છે અને શાકભાજીમાં પણ સૌથી વધુ આવકો મરચા અને મરચીની થઈ રહી છે.

વિશેષમાં શાકભાજી વિભાગના વેપારી વતુર્ળોએ જણાવ્યું હતું કે, આજે મરચા અને મરચીની 10,000 ભારીની આવક થઈ હતી જે ફક્ત ચાલું સિઝનની જ નહી પરંતુ છેલ્લા 10 વર્ષની સૌથી વધુ આવક હોવાનો અંદાજ છે. મરચાની એક ભારીમાં પાંચ કિલો મરચા હોય છે. આજે 10,000 ભારીની આવક થતાં 50 હજાર કિલો મરચાની આવક થઈ હતી અને તેની સામે ભાવ સારામાં સારી ક્વોલિટીના મરચામાં પ્રતિ કિલોદીઠ રૂા.3થી 5 રહ્યાે હતો.

વેપારી વતુર્ળોએ જણાવ્યું હતું કે ચાલું વર્ષે મરચા અને મરચીમાં મબલખ ઉત્પાદન થયું હોય રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી મરચા અને મરચીની આવકો થઈ રહી છે. સ્થાનિક માગ પૂર્ણ થઈ જતાં ભાવ દિવસે દિવસે ઘટી રહ્યા છે. આવા સંજોગોમાં હાલ રાજકોટથી રાજસ્થાન નિકાસ શરૂ કરી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL