રાજકોટ મેરેથોન-2017નું ટી-શર્ટ લોન્ચિંગ કરતાં મ્યુનિ.કમિશનર

January 11, 2017 at 3:43 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત 42 કિલોમીટરની દોડ સ્પધર્િ રાજકોટ મેરેથોન-2017 તા.5 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. તે પૂર્વે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજે સ્પર્ધકોને આપવામાં આવનાર ટી-શર્ટનું પત્રકારો સમક્ષ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે ઉમેર્યું હતું કે હાલ સુધીમાં કુલ 19 હજાર સ્પર્ધકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ગત વર્ષે હાફ મેરેથોનમાં 40 હજાર સ્પર્ધકો જોડાયા હતાં જ્યારે આ વખતે ફૂલ મેરેથોન હોવા છતાં 40 હજારથી વધુ સ્પર્ધકો ભાગ લેશે તેવો અંદાજ છે.
વિશેષમાં મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે સ્પધર્નિા દિવસે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે હાલથી જ અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપી તેની વહેંચણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પાંચ કિલોમીટરની ‘રંગીલા રાજકોટ દોડ’, 10 કિલોમીટરની ‘ડ્રીમ રન’, 21 કિલોમીટરની ‘હાફ મેરેથોન’ અને 42 કિલોમીટરની ‘ફૂલ મેરેથોન’ સહિતની ચારેય કેટેગરીના સ્પર્ધકોને તેમના વાહનોનું પાર્કિંગ તેમજ એન્ટ્રી પાસ મેળવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે દોડ સ્પધર્નિી કેટેગરી અનુસાર કલરકોડ તૈયાર કરવામાં આવશે અને કલરકોડ મુજબ જ પાર્કિંગ કરવાનું રહેશે અને નિયત કરેલા સ્થળેથી એન્ટ્રી પાસ મેળવવાનો રહેશે.
મ્યુનિ.કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધીની પરિસ્થિતિ છતાં તંત્રને સ્પોન્સરશિપ સારી મળી ગઈ છે. ગત વર્ષે ા.150 લાખની સ્પોન્સરશિપ મળી હતી તેની સરખામણીએ હાલ સુધીમાં ા.75 લાખની સ્પોન્સરશિપ મળી ગઈ છે અને સ્પધર્નિે હજુ એક મહિનાની વાર છે ત્યાં સુધીમાં ગત વર્ષ જેટલી સ્પોન્સરશિપ મળી જશે. આજે લોન્ચ કરાયેલા ટી-શર્ટમાં ા.10 લાખ કે તેથી વધુ આપ્નાર સ્પોન્સરના જ કંપ્ની લોગો મુકવામાં આવ્યા છે તેમ ભારપૂર્વક જણાવી કમિશનરે કહ્યું હતું કે ટી-શર્ટમાં રોલેક્સ, ઓપ્પો, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના સ્પોન્સરના લોગો ફ્રન્ટ સાઈડમાં અને ટી-શર્ટની પાછળના ભાગે ફિલ્ડમાર્શલ, જે.પી.ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રાજુ એન્જિનિયરિંગ વિગેરેના લોકો મુકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વિવિધ કેટેગરીના પાર્ટનર્સના નામોની પણ વિધિવત જાહેરાત કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL