રાજકોટ સહિત રાજયમાં જુના જીડીસીઆર મુજબ શરતાધિન આેફલાઈન રિવાઈઝડ વિકાસ પરવાનગી આપવા માટે હુકમ

July 11, 2018 at 8:50 pm


રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) વિસ્તાર સહિત રાજયભરમાં જુના જીડીસીઆર મુજબ શરતોને આધિન રહીને આેફલાઈન રિવાઈઝડ વિકાસ પરવાનગી આપવા માટે આજરોજ શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી વી.ડી. વાઘેલા દ્વારા હુકમ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે અને આ હુકમની નકલ રાજકોટ મહાપાલિકા અને રૂડા કચેરીને રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં આજરોજ તા.11-7-2018ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગ ગુજરાત રાજય ગાંધીનગરના ખાસ ફરજ પરના અધિકારી વી.ડી. વાઘેલા દ્વારા પ્રસિધ્ધ કરાયેલા હુકમમાં જણાવ્યાનુસાર રાજયમાં બાંધકામ પરવાનગીમાં પારદર્શકતા, ઝડપ અને સરળીકરણ લાવવાની જરૂરિયાત ધ્યાને લેતાં રાજયની તમામ મહાનગરપાલિકા, સત્તામંડળો તેમજ અલગ અલગ નગરપાલિકાઆેમાં એક સરખી નીતિગત પધ્ધતિ અપનાવવા માટે સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો એટલે કે કોમ્પ્રેહેન્સીવ જીડીસીઆર તા.12-10-17થી લાગુ કરવામાં આવેલ. બાંધકામના નકશાઆેની ચકાસણી થતાં વિસંગત અર્થઘટન, માનવસહજ ક્ષતિઆે તેમજ વિલંબ દૂર કરવા પણ જરૂરી જણાતા તથા આજના ડિઝીટલ યુગમાં પ્રણાલીક વ્યવસ્થાને બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરી નકશાઆેની ચકાસણી કલાઉડ બેઝડ આેનલાઈન સોલ્યુશનથી થાય, અરજદાર બાંધકામ અરજી આેનલાઈન કરી શકે અને જરૂરી નાણાની ચુકવણી પણ આેનલાઈન કરી શકે તે માટે રાજયના નિદિર્ષ્ટ વિસ્તારોમાં તા.1-5-2018થી પ્રવર્તમાન વ્યવસ્થામાં બદલાવ લાવી આેનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સિસ્ટમ (આેડીપીએસ) લાગુ કરવામાં આવેલ છે.

વિવિધ સંસ્થાઆે દ્વારા મળેલ રજૂઆતો મુજબ આ પધ્ધતિમાં રિવાઈઝડ પરવાનગી માટેના નકશા બનાવવામાં મુશ્કેલી અનુભવાય છે અને વિલંબ થાય છે. કોમ્પ્રેહેન્સીવ જીડીસીઆર અમલમાં આવ્યા તે પહેલા વિકાસ પરવાનગી મેળવેલ હોય અને બાંધકામ શરૂ કરી દીધેલ હોય તેમાં જો મંજૂર થયેલ વિકાસ પરવાનગીમાં કોઈ ફેરફાર કરેલ હોય, આેનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમનું સોફટવેર સીજીડીસીઆર મુજબ બનાવવામાં આવેલ હોય તેથી લોકોને નકશા બનાવવામાં અને વિકાસ પરવાનગી મેળવવામાં પડતી મુશ્કેલીઆે દૂર કરવાની બાબતો સરકારની વિચારણા હેઠળ હતી. જે અન્વયે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
જુના જીડીસીઆર મુજબ રિવાઈઝડ વિકાસ પરવાનગી મેળવવા માટે નીચે મુજબની શરતોનું પાલન કરવાનું રહેશે જેમાં (1) અરજદારે બાંધકામ શરૂ કરેલ છે તે અંગે અરજી સાથે બાંહેધરી અને જરૂરી આધારો રજૂ કરવાના રહેશે. (2) ઉપરોકત (1)થી રજૂ કરેલ આધારો અને બાંહેધરીની જરૂરી તપાસ સક્ષમ અધિકારીએ કરી આેફલાઈન અરજી સ્વીકારવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે અને જે કિસ્સામાં તેઆેને જણાય કે બાંધકામ ચાલુ કર્યા અંગે સંતોષકારક રજૂઆત નથી તે કિસ્સામાં આેનલાઈન અરજી કરવા માટે જરૂરી આદેશ કરવાના રહેશે. (3) સક્ષમ અધિકારીએ ઉપરોકત (2) મુજબ નિર્ણય લીધા બાદ અધિનિયમની જોગવાઈ મુજબ પરવાનગી માટે નિર્ણય લેવાનો રહેશે.

print

Comments

comments

VOTING POLL