રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં તોળાતો પાણીકાપ

February 1, 2018 at 4:22 pm


પાણીની તંગીને કારણે રાજ્ય સરકારે સિંચાઈ માટે અને ઈન્ડસ્ટ્રીઝને માર્ચ 15 પછી પાણીના સપ્લાયમાં કાપ મુકવાની જાહેરાત કરી હતી અને હવે રાજકોટ સહિતના શહેરોમાં પાણીના સપ્લાયમાં કાપ મુકવાનો પણ નિર્ણય લીધો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરો સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને મ્યુનિસિપાલિટીમાં આગામી બે અઠવાડિયામાં પાણીનો સપ્લાય ઓછો કરવામાં આવે તેવી સંભાવના છે.
બુધવારના રોજ થયેલી કેબિનેટ મીટિંગમાં ચીફ સેક્રેટરી અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રુપાણી અને તેમના મંત્રીઓને પાણીની તંગી વિષે બ્રીફ કર્યા હતા. અધિકારીઓએ 6 મહિનાનો વોટર સપ્લાય પ્લાન રજુ કર્યો હતો, જેથી જૂન મહિનામાં ચોમાસુ આવે ત્યાં સુધી પાણીનો મર્યિદિત પુરવઠો જળવાઈ રહે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને નજીકના સૂત્રએ જણાવ્યું કે, અમદાવાદમાં નર્મદા અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોથીદ દરરોજ 1420 મિલિયન લીટર (એમએલડી) પાણી પુરું પાડવામાં આવે છે, જે ઘટાડીને 200 એમએલડી કરી દેવામાં આવશે. આ સિવાય રાજકોટ અને વડોદરામાં પણ સપ્લાય ઘટાડીને 50 એમએલડી કરી દેવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં 27 ટકા પાણી ઓછું હોવાને કારણે સુરતમાં પણ કાપ મુકવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ વખતે પાણીની તંગી છે તે વાસ્તવિકતા છે જેનો સામનો કરવો જ પડશે. અમે પાણી પુરવઠો જળવાઈ રહે તે માટેના અનેક પરિબળો પર વિચાર કર્યો છે અને શહેરોમાં પાણીકાપ પણ કરવામાં આવશે, આ સિવાય ફ્રેન્ચ વેલ્સ જેવા પાણીના રિસોર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL